SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત નહિ; માત્ર હાડકાં એકબીજાના જોરથી ચાલ્યા કરે, પણ તે જેડનાર કઈ પગલિક વસ્તુ નહિ અને ફરતે ચામડીને બંધ નહિ, તે આ છેલ્લું સંઘયણ કહેવાય છે. હવે આપણે શરીરની આકૃતિ બનાવનાર છે. સંસ્થાનું નામ કર્મ નામની આઠમી પિંડપ્રકૃતિના પટાભેદ સમજી લઈએ. શરીરના આકારને સંસ્થાન કહેવામાં આવે છે. . આસન અને કપાળનું અંતર, બન્ને પગના અંતર, જમણા કંધ અને ડાબા પગનું અંતર અને ડાબા સ્કંધ અને જમણા પગનું અંતર સરખું હોય તેને પ્રથમ “સમચતુરસ' સંસ્થાન કહે છે. અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ મુજબ જે શરીર રૂપાળું અને સંપૂર્ણ અવયવવાળું હેય, તે “સમચતુરસ” સંસ્થાન સમજવું. આવું શરીર સમચતુરસ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. બીજા પ્રકારમાં “ન્યોધ” સંસ્થાન આવે છે. ન્યધ એટલે વડનું ઝાડ. એટલે જમીન પર ન્યગ્રોધ ફાલેલ-ફૂલેલ દેખાય છે, તેમ નાભિ-ફૂટી ઉપરને શરીરને ભાગ સુંદર હોય, તેને “ન્યધ સંસ્થાન કહેવામાં આવે છે, નાભિ-ડુંટી નીચેને ભાગ સરસ હોય તે ત્રીજુ “સાદિ સંસ્થાન કહેવાય છે. જે સંસ્થાનમાં હાથ, પગ, માથું, ગરદન વગેરે અવય ઠીક હય, પણ છાતી, પેટ હીન હેય, ખરાબ હેય, તે શું “કુજ' નામનું સંસ્થાન કહેવાય છે. જેમાં હાથ, પગ, વગેરે અવયવ ખરાબ કે કદરૂપા હોય, પણ જેમાં છાતી અને પેટ બરાબર હેય, તે પાંચમું “વામન સંસ્થાન. જેમાં બધા અવયવ કદરૂપ અને ઠેકાણાં વગરનાં હેય તે છેલ્લું અથવા છઠ્ઠ “હું ક” સંસ્થાન કહેવાય છે. આવું શરીર જે કર્મના ઉદયથી મળે તે “હુંડકસંસ્થાન’ નામકર્મ સમજવું. નવમી વર્ણ નામની પિંડ પ્રકૃતિ આવે છે; કૃષ્ણ (કાળા), નીલવર્ણ લીલ), લાલ (લેહિતવર્ણ, હારિદ્ર (પી) અને સફેદ, એ પાંચ રંગમાંથી જે કોઈ વર્ણવાળું શરીર થાય, તે તે કર્મ પ્રમાણે આ નવમી વર્ણપિંડપ્રકૃતિ–નામકર્મના ઉદયવાળી પ્રકૃતિ સમજવી. સુરભિ અને દુરિભ” અથવા સુગધ અને દુર્ગધ એવું દશમી ડિપ્રકૃતિનું વર્ણન આપણે વાંચીએ છીએ. કેટલાંક શરીરે સુગંધમય અને કેટલાંક દુર્ગધમય લાગે, તે પ્રત્યેક આ નામકર્મને ઉદય સમજવો. ત્યાર પછી દશમી પાંચ પ્રકારની રસયુક્તતાનું વર્ણન આવે છે. એ દશમી પિંડપ્રકૃતિના પાંચ પેટાભાગે છે, તે પ્રથમ જોઈ લઈએ. તીખા મરી જે શરીરને રસ થાય, તે પ્રથમ તિક્ત રસ. સુંઠ અથવા કાળા મરચા જે શરીરને રસ થાય, તે “કટુરસ” નામને બીજે રસ સમજો. આંબળા અથવા બહેડા જેવા શરીરના રસને “કષાય” રસ કહેવામાં આવે છે, તે ત્રીજો રસ થયે. એ રસ લીંબુ અથવા આંબલી જે ખાટો રસ હોય તેને શાસ્ત્રકાર કષાયરસ-નામકર્મ કહે છે. અને છેલ્લે શેરડી જે મીઠે રસ આવે છે, તે પાંચમે મધુર રસ કહેવાય છે. પછી અગિયારમી સ્પર્શ નામની ડિપ્રકૃતિ છે. શરીરના જુદાજુદા સ્પર્શ નામની ડિપ્રકૃતિ છે. જેના ઉદયથી શરીર લેઢા જેવું ભારે થાય, તે “ગુરુસ્પર્શનામકર્મ ” અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy