________________
૪૮
છે. જીવ અને શરીર જુદાં નથી એ વાદ (તજીવતછરીરવાદ)નું ખંડન સૂત્રકૃતાંગમાં છે તેથી જીવ અને શરીર જુદાં છે. એમ સ્વીકારી શકાય, વળી આત્મા અર્તા છે (અકારકવાદ) એ વાદનું નિકિરણ મળે છે–આ વાદ આપણે સાંખ્યદર્શનમાં સ્થિર થયેલે જોઈએ છીએ આનું ખંડન થયેલ હોઈ આત્માને કર્તા માનવો જોઈએ એમ ફલિત થાય અને આચારાંગમાં તે સ્પષ્ટ આ વાત કહેવામાં આવી જ છે કે જીવ કર્મનો કર્તા અને ભક્તો છે જ. બૌદ્ધોના ક્ષણિક એવા પાંચ
ધોને ઉલ્લેખ કરી તેનું પણ નિરાકરણ કર્યું છે પણ એને સ્થાને જેન માન્યતાના પંચાસ્તિકાય કે એવી કઈ કલ્પનાને નિર્દેશ અહી થી. ગોશાલકના સાગતિક અથવા નિયતિવાદનું ખંડન કરવા માં આવ્યું છે. તેથી પુરુષાર્થવાદ ફલિત થાય છે. આ જગતની ઉત્પત્તિ કેણે કરી તે વિષેના વિષ્ણુ, ઈશ્વર આદિનાના મતોનું નિરાકરણ સૂત્રકૃતાંગમાં છે. તેથી એ ફલિત થાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેઈએ ક્યારેય કરી હોય એમ નથી. પણ તે અનાદિ અનંત છે. અર્થાત જે પાછલા કાળમાં ભારતીય દર્શનમાં સ્થિર થયેલ ઈશ્વરકૃત જગત છે એ મતને સ્વીકાર જેને કરતા નથી. અને તે મતનું વિસ્તૃત નિરાકરણ પાછળના કાળના જેન દાર્શનિકે એ ક્યું છે. અજ્ઞાવાદીનું પણ ખંડન કર્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે સંસારના પ્રમેય જાણી શકાય છે. અને એથી જ સર્વજ્ઞને સિદ્ધાંત ફલિત થાય છે.
સૂતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ઉક્ત બધા જ વાદનું વિસ્તારથી વર્ણન છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ બધા જ મતનું વગીકરણ કિયાવાદી, અક્રિયાવાદી વિનયવાદી અને અજ્ઞાનવાદી—એમ ચારમાં પણ કરવામાં આવ્યું છે, અને તેને વિસ્તાર ૩૬ ૩ મતોમાં થાય છે એવું દ્વિતીય શ્રુતસ્ક ધમાં નિર્દિષ્ટ છે.
જેન મત ક્રિયાવાદી છે એ તે આચારાંગમાં સપષ્ટ થયું જ છે. પણ સૂરકતાંગમાં (૧-૧૨) અન્ય ક્રિયાવાદીથી જૈનસંમત ક્રિયાવાદની શી વિશેષતા છે તે આ-કમથી નહીં પણ અકમથી કમને ક્ષય થાય છે. મેધાવી પુરુમાં લાભ અને ભય નથી હોતા, તેઓ સંતોષી છે માટે પાપ નથી કરતા; તેઓ અતીત વર્તમાન અને ભવિષ્યને યથાર્થરૂપે જાણે છે, તેઓ સ્વયં નેતા છે, બીજાએ બતાવેલ માગ ઉમ્પર ચાલતા નથી; તેઓ બુદ્ધ છે અને અન્તકૃત છે; તેઓ શાશ્વત અને અશાશ્વતને જાણે છે. જન્મમરણને જાણે છે અને જનોના ઉપપાતને જાણે છે, સોના અધેલોકમાં થનાર વિમુદનને જાણે છે. તેઓ આસવ, સંવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org