________________
૧. મહાકા૫ શ્રત નામે આચારાંગના નિશીથ અધ્યયનની રચના પ્રત્યાખ્યાનપૂર્વની તૃતીય આચાર વસ્તુના વીસમા પાહુડને આધારે થઈ છે – આચા. નિ. ૨૯૧
૨. દશવૈકાલિકને ધર્મપ્રજ્ઞપ્તિ નામના અધ્યયનની રચના આત્મપ્રવાદ પૂર્વમાંથી પિડેષણ અધ્યયનની કર્મપ્રવાદ પૂર્વને આધારે, વાક્યશુદ્ધિ અધ્યયનની સત્યપ્રવાદ પૂર્વને આધારે, અને શેષ અધ્યયનોની રચના નવમાં પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વસ્તુના આધારે થઈ છે. આના રચયિતા શયંભવ છે–દશ. નિ. ૧૪–૧૭.
૩. આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના પ્રત્યાખ્યાન પૂર્વને આધારે કરી છે.
૪. ઉત્તરાધ્યયનનું પરીષહાધ્યયન કર્મપ્રવાદપૂર્વમાંથી ઉદ્દધૃત છે.
આ ઉપરાંત આગમેતરમાં ખાસ કરી કર્મ સાહિત્યને અધિકાંશ પૂર્વમાંથી ઉધૃત છે. કિન્તુ અહીં એની ચર્ચા અપ્રસ્તુત છે.
(૫) જેનાગોની સૂચિ : ૧૨ અંગ
હવે આપણે એ જોઈએ કે વર્તમાનમાં કયા કયા ગ્રન્થો જેનો દ્વારા વ્યવહારમાં આગમરૂપે માનવામાં આવ્યા છે ?
દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી તથા તેરાપંથી–આ ચારેય સંપ્રદાયમાં એ બાબતમાં તો વિવાદ છે જ નહીં કે વિદ્યમાન સકલ શ્રતનો મૂળાધાર ગણધરપ્રણીત દ્વાદશાંગ છે. બધા જ સંપ્રદાયમાં બારેય અંગોના નામ વિષે પણ વિવાદ નથી. એ બાર અંગ આ પ્રમાણે છે
૧. આચાર, ૨. સૂયગડ, ૩. ઠાણ, ૪. સમવાય, ૫. વિયાહપણત્તિ, ૬. નાયાધમ્મકહા, ૭. ઉવાસગદસા, ૮, અંતગડદસા, ૯. અનુત્તરવવાઈયદા, ૧૦. પહાવાગરણ, ૧૧. વિવાગસૂય, ૧૨. દિઠિવાય.
ચારેય સંપ્રદાયોને મતે અંતિમ અંગ દિઠિવાયનો લેપ સર્વપ્રથમ થયો છે. દિગમ્બરમતે શ્રતને વિદ
દિગમ્બરેનું કહેવું છે કે વીરનિર્વાણ પછી શ્રુતને ક્રમે કરી હાસ થતાં થતાં ૬૮૩ વર્ષ પછી કઈ અંગધર કે પૂર્વધર આચાર્ય રહ્યો નથી. કેવલ અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org