________________
તાત્પર્ય આટલું જ છે કે કોઈ પણ વાત ત્યારે જ પ્રમાણ માની શકાય છે તેનું યથાર્થ પ્રત્યક્ષ જ્ઞાન કેઈને પણ થયું હોય. આગમ તે જ પ્રમાણ છે જે પ્રત્યક્ષમૂલક હોય. આગમપ્રામાણ્યના આ સિદ્ધાન્તાનુસાર પૂર્વોક્ત આદેશ આગમાંતગત થઈ શકે નહીં.
દિગંબરોએ તો અમુક સમય પછી તીર્થંકરપ્રણીત આગમને સર્વથા લેપ જ માન્યો છે. અત: આદેશને આગમાન્તર્ગત કરવાની આવશ્યકતા જ રહી નહીં. કિન્તુ વેતામ્બરોએ આગમોનું સંકલન કરી સુરક્ષિત રાખવાને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે જણાય છે કે તેમની સામે એવી ઘણી બાબતો આવી જે પૂર્વાચાર્યો દ્વારા પરંપરાથી પ્રાપ્ત તો હતી પણ જેનો મૂલાધાર તીર્થકરોના ઉપદેશમાં હતો નહીં. આવી વાતોને પણ સુરક્ષાની દૃષ્ટિએ આગમમાં સ્થાન આપ્યું, સાથે જ તેમને આદેશ કે મુક્તક સંજ્ઞા આપી અન્ય આગમોથી તેમનું પાર્થક્ય પણ સૂચિત કરી દીધું.
(૨) સુરક્ષામાં બાધાઓ ઋગૂ આદિ વેદોની સુરક્ષા ભારતીઓનું એક અદ્ભુત પરાક્રમ છે. આજે પણ ભારતમાં એવા સેંકડે વદપાઠી મળે છે જેઓ આદિથી અંત સુધી વેદોનું ઉચ્ચારણ કરી શકે છે. એમને વેદના પુસ્તકની આવશ્યકતા નથી. વેદના અર્થની પરંપરા તેમની પાસે નથી પણ વેદપાઠની પરંપરા તો અવશ્ય છે.
જેનોએ પણ પોતાના આગમ ગ્રન્થોને સુરક્ષિત રાખવા એવો જ પ્રબળ પ્રયત્ન ભૂતકાળમાં કર્યો છે. કિન્તુ જે રૂપમાં ભગવાનના ઉપદેશને ગણધરોએ ગ્રથિત કર્યો હતો તે જ રૂ૫ આજે આપણી સમક્ષ નથી. આગમની ભાષામાં, તે પ્રાકૃત હોઈ પરિવર્તન થવું સ્વાભાવિક છે. અત: બ્રાહ્મણની જેમ જૈનાચાર્ય અને જેન ઉપાધ્યાય અંગગ્રન્થની અક્ષરશ: સુરક્ષા કરી શક્યા નથી. આટલું જ નથી પણ કેટલાક મૂળ ગ્રન્થાને સંપૂર્ણ ભૂલી ગયા છે અને કેટલાક ગ્રન્થને વિકૃત કરી દીધા છે. છતાં એટલું તો કહી શકાય છે કે અંગોનો અધિકાંશ જે આજે ઉપલબ્ધ છે તે ભગવાનના મૂળ ઉપદેશથી ઠીક ઠીક નજીક છે. એમાં પરિવર્તન અને પરિવર્ધન થયું છે કિન્તુ સમગ્રભાવે તે નવો કે કપોલકપિત છે–એમ તો કહી શકાય તેમ નથી. કારણ કે જૈનસંઘે તે સમગ્ર શ્રતને સુરક્ષિત રાખવા માટે પુન:પુન: જે પ્રયત્નો કર્યા છે એને સાક્ષી જે ઈતિહાસ છે તેને મટાડી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org