________________
૩૯૪ કાર્યની નિષ્પત્તિ છે કે નિષ્ઠાકાળમાં એ પ્રશ્નની આસપાસ જ છે. એટલે આચાર્ય જિનભકે પૂર્વોક્ત વ્યવહાર નિશ્ચયને આધારે જે ચર્ચા કરી છે તેવી જ રીતે આ ચર્ચા પણ સમાન યુક્તિઓ આપીને કરી છે એટલું જ નહિ, પણ બન્ને પ્રસંગે ઘણું ગાથાઓ પણ સમાન જ છે–વિશેષતા દષ્ટાંતમાં સંથારો અને દહનક્રિયાની છે.
–વિશેષo ગા૦ ૨૩૦૮-૨૩૩૨૮ કેવળની ઉત્પત્તિ વિશે
- જે પ્રકારની ચર્ચા સમ્યક્ત્વ અને જ્ઞાનની ઉત્પત્તિ વિષે કરવામાં આવી છે તેવી ચર્ચાને કેવળજ્ઞાનની ઉત્પત્તિ વિષે પણ અવકાશ છે. અને વસ્તુતઃ તે કોઈપણ ઉત્પત્તિ વિષે લાગુ પડી શકે છે. કેવળજ્ઞાન વિષે કહેવામાં આવ્યું છે કે નિશ્ચયને. મતે જે સમય કેવળાવરણના ક્ષયને છે તે જ કેવળની ઉત્પત્તિનો પણ છે. અને વ્યવહારને મતે ક્ષય પછીના સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
વિશેષા ગાળ ૧૩૩૪ આ બાબતમાં વ્યવહાર અને નિશ્ચય પિતા પિતાનું સમર્થન આ પ્રમાણે કરે છે.
વ્યવહાર : ક્રિયાકાલ અને ક્રિયાની નિષ્ઠાને કાળ એક નથી, માટે જ્યાં સુધી કમ ક્ષીયમાણ હોય ત્યાં સુધી તેનું કાર્ય જ્ઞાન સંભવે નહિ, પણ જ્યારે કમ ક્ષીણ થઈ જાય ત્યારે જ્ઞાન થાય.
-
વિશેષા ગા૦ ૧૩૩પ નિશ્ચય : ક્રિયા એ ક્ષયમાં હેતુ હોય તો ક્રિયા હોય ત્યારે ક્ષય થો જોઈએ, અને ક્રિયા જે ક્ષયમાં હેતુ ન હોય તો પછી તેથી જુદું કયું કારણ છે, જે ક્રિયાના અભાવમાં પણ જ્ઞાનને ઉત્પન્ન કરે ? એટલે વિવશ થઈ જે એમ કહે કે ક્રિયાથી ક્ષય થાય છે તે પછી એમ કેમ બને કે ક્રિયા અન્ય કાળમાં છે અને ક્ષય અન્ય કાળમાં ? માટે જે કાળમાં ક્રિયા છે તે જ કાળમાં ક્ષય છે અને તે જ કાળમાં જ્ઞાન પણ છે.
વિશેષા ગા ૦ ૧૩ ૩૬ વળી, જો ક્રિયાકાળમાં ક્ષય ન હોય તે પછીના કાળે કેવી રીતે થાય ? અને જે ક્રિયા વિનાના એટલે કે અક્રિયાકાળમાં પણ ક્ષય માનવામાં આવે તો પછી પ્રથમ સમયની ક્રિયાની પણ શી આવશ્યકતા રહે છે તે વિના પણ ક્ષય થઈ જ જોઈએ.
વિશેષા : ગા૦ ૧૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org