SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ તાત્વિક આચાર એ ભાવ. વ્યવહારનય આવા દ્રવ્યને અને નિશ્ચયનય આવા ભાવને મહત્ત્વ આપે છે. આથી જ જે તત્ત્વદષ્ટિએ; એટલે કે યથાર્થની દષ્ટિએ અચિત્ત હતું તેને પણ લે કાચાર-વ્યવહારની સુગમતા અને વ્યવસ્થાની દષ્ટિએ સચિત્ત માનવામાં આવ્યું. આમ વ્યવહાર કાનુસરણ કરવા જતા અયથાર્થ તરફ પણ વળી ગમે છે. વ્યવહારનયનું આ વલણ બૌદ્ધોની સંસ્કૃતિ કે વેદાંતના વ્યવહાર સત્ય જેવું છે. પણ સાથે સાથે તેનું જે મૂળ વલણ તે પણ આ કાળમાં ચાલુ રહ્યું છે તેની નોંધ પણ લેવી જોઈએ. વળી, નિશ્વય પણ આ કાળે પરમાર્થ કે તત્ત્વ તરફ જઈ રહ્યો છે, એટલે કે તે વ્યવહારથી સાવ છૂટો થવા જઈ રહ્યો છે. વળી, લેકવ્વહારમાં ભાષા મુખ્ય ભાગ ભજવે છે અને ઘણીવાર ભાષા તત્વથી જુદું જ જણાવતી હોય છે. પણ લેકે વિચાર કર્યા વિના અતાત્વિકને તાવિક માની વ્યવહાર ચલાવતા હોય છે. આ પ્રકારના અતાત્ત્વિક વ્યવહારને સ્થાને તાત્વિક વાતની સ્થાપના એ નિશ્વયનો ઉદ્દેશ બને છે. આથી કહી શકાય કે લોકનું એટલે સમાજનું, બહુજનનું સત્ય એ વ્યવહારનય, પણ કઈ વિરલ -વ્યક્તિ માટેનું સત્ય તે નિશ્વયનય છે. એ બે વચ્ચે આવો ભેદ આ કાળમાં સ્પષ્ટ થાય છે. ૫. ભાગ્યોમાં વ્યવહાર અને નિશ્ચય લોકવ્યવહારપરક અને પરમાર્થ પરક વ્યવહાર અને નિશ્ચયનયની આગમગત ભૂમિકામાં આપણે જોઈ ગયા છીએ કે એક સ્કૂલગામી છે અને બીજે સૂક્ષ્મગામી છે. આ જ વસ્તુને લઈને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહારનય એ લેકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાથપરક છે. આ વસ્તુને નિર્દેશ તેમણે ભગવતીસૂત્રગત ઉદાહરણ આધાર લઈને જ કર્યો છે– "लोगव्ववहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भणइ णेच्छइओ पंचवण्णोत्ति ॥" –વિશેષા ગા૦ ૩૫૮૯ આચાર્ય જિનભદ્ર કેવળ વ્યવહારને જ નહિ, પણ મને પણ લેકવ્યવહાઉપરક જણવ્યો છે– મવવા રોકવવારતા” વિશેષા ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy