________________
૩૬૮
(૩) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ
ત્રીજા વર્ગમાં નામ–સ્થાપના–દ્રવ્ય–ભાવ એ ચાર નિક્ષેપો અથવા એથી વધુ નિક્ષેપોનું સ્થાન છે. આમાં મુખ્યરૂપે શાબ્દિક વ્યવહારને આધાર શેધવાની પ્રવૃત્તિ છે. નિક્ષેપ અનેક છતાં દશનયુગમાં અને આગની ટીકાઓમાં પણ ઉક્ત ચાર નિસેપોને જ મુખ્ય માનવામાં આવ્યા છે. (૪) જ્ઞાનનય અને ક્રિયાનય
ચોથા વર્ગમાં જ્ઞાનનય અને ક્રિયાનય, એટલે કે, જીવનમાં જ્ઞાનને મહત્વ આપવાની દૃષ્ટિ અને ક્રિયાને મહત્ત્વ આપવાની દૃષ્ટિ : મૂળ આગમમાં આ બે નને ઉલ્લેખ નથી પણ નિયુક્તિભાવ્યોમાં તે સ્પષ્ટ છે–વિશેષા. ગા૦ ૩૫૯૧, ૩૬૦૦, ૩૬ ૦૧. (૫) વ્યવહાર અને નિશ્ચય
અને પાંચમા વર્ગમાં ભગવતીસૂત્ર અને બીજા આગમિક ગ્રંથોમાં ઉલિખિત વ્યવહાર અને નિશ્ચયનયનો સમાવેશ છે. (૬) નય અને પ્રમાણ
અને છેવટે નય અને પ્રમાણથી વસ્તુનો અધિગમ થાય છે–એમ મનાયુ છે. આનો અર્થ એ છે કે છૂટા છૂટા દૃષ્ટિકોણથી અર્થાત્ તેને આધારે થતું દર્શન એ આંશિક છે; ત્યારે પ્રમાણથી કરાયેલું દર્શન પૂર્ણ છે. આમ વસ્તુતઃ જ્યારે નય અને પ્રમાણુરૂપ ઉપાયનું અવલંબન લેવામાં આવે ત્યારે જ વસ્તુના અંતિમ અને પૂર્ણ સ્વરૂપનું ભાન થાય છે.
૨. વ્યવહાર અને નિશ્ચયનય અથવા સંતિસત્ય અને પરમાથસત્યવિશ્વને સત્ય અને મિથ્યા માનનારાં દર્શને
ભારતીય દર્શનો સ્પષ્ટ રીતે બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એકમાં બાહ્ય દશ્ય અને વાએ વિશ્વને સત્ય માનનારાં અને બીજામાં મિથ્યા અથવા માયિક માનનારાં છે. શાંકરવેદાંત, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ દશને બાહ્ય વિશ્વને મિથ્યા માયિક, સાંસ્કૃતિક કે પ્રપંચ માની તેની વ્યાવહારિક સત્તા અથવા સાંતિક સતા સ્વીકારે છે; જ્યારે શૂન્ય, વિજ્ઞાન કે બ્રહ્મને પારમાર્થિક સત સ્વીકારે છે. આથી વિપરીત બાહ્ય દેખાતા જગતને સત્ય માનનાર વર્ગમાં પ્રાચીન બૌદ્ધો, જેને, ન્યાયવૈશેષિક, સાંખ્ય, મીમાંસકે આદિ છે. - આમાં વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓના અંકે મલધારી હેમચંદ્રાચાર્ય કૃત ટીકાના સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org