SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ આપણે આગળ વધીએ તો તત્કાલ પૂરતું આપણું કામ સરે છે. આમાં નવા સંશોધનને અવકાશ છે જ એ વસ્તુ અહી સ્પષ્ટ કરવી આવશ્યક છે જ–વલભી સ્થવિરાવલિની નોધમાં અંતે ભૂતદિનનાં ૭૯ વર્ષ અને કાલકનાં ૧૧ વર્ષ છે અને કાલકની સાથે તે સ્થવિરાવલિ પૂરી થાય છે અને અંતે વીરનિર્વાણ ૯૮૧ સુધીમાં કાલકને મલ પૂર્ણ થાય છે. દેવવાચકે જે પરંપરા નદીમાં નેધી છે તે પ્રમાણે ભૂતદિન પછી કાલક નહિ પણ લૌહિત્યને ઉલ્લેખ છે. વાલી સ્થવિરાવલિ પ્રમાણે કાલકનાં ૧૧ વર્ષ છે તે ન ગણીએ તે ભૂતદિન્નને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૯૭૨ (વિક્રમ ૫૦૦)માં થયો તે પછી નંદી પ્રમાણે ક્યારેક અથવા તો તરત જ લૌહિત્ય થયા અને તે પછી દૂસગણિ અને દૂસગણિના જ શિષ્ય દેવવાચક છે. એમ પણ બને કે ભૂતદિનને સમય ૭૯ વર્ષ જેટલો લાંબો હોઈ તેમની હયાતિમાં જ તેમના શિષ્ય લૌહિત્ય અને પ્રશિષ્ય દૂસગણિબંને વિદ્યામાન હોય. આથી આપણે દેવવાચકને વીરનિર્વાણ ૯૭૦ (વિક્રમ ૫૦૦થી પણ પહેલાંના માની શકીએ. અને જો તેમ ન બન્યું હોય તોપણ ભૂતદિન્નેના પછીના ૫૦ વર્ષમાં કયારક થયા તેમ માનવામાં તે કશો જ વાંધો આવે નહિ. એટલે કે વીરનિર્વાણ ૯૭૦ + ૫૦ = ૧૦૨૦ (વિ. ૫૫૦). પહેલાં ક્યારેક અથવા તે વિક્રમ ૫૦૦ થી માંડી પપ૦ સુધીમાં તેઓ કયારેક થયા એમ માની શકાય. પણ આ વિચારણની સત્યતાને આધાર ઉક્ત વાલજી વિરાવલીમાં શ્રી ૫. કલ્યાણવિજયજીએ આપેલા વર્ષોની સચ્ચાઈ ઉપર રહે છે. એટલે આ પ્રશ્રને આપણે બીજી રીતે પણ તપાસ જદુરી છે. દેવવાચકના સમયની વિક્રમ ૫૫૦ એ અંતિમ અવધિ ગણવી જોઈએ; એથી વહેલાં પણ તેઓ થયા હોય એવી શક્યતા છે જ. તેમની આ અંતિમ અવધિન સમર્થન આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યક પણ કરે છે. કારણ, તેમાં નંદીના ઉલ્લેખ આવે છે. કે આચાર્ય જિનભદ્રને સમય વિક્રમ ૫૪૬-૬ ૫૦ લગભગ છે. એટલે કે નદી તેમના વિશેષાવશ્યકલાષ્ય પહેલાં રચાયું હોય એ નિશ્ચિત છે. કેટલું પહેલાં રચાયું હશે એ કહેવું કઠણ છે, પણ ૯૮૦ અગર ૯૯૩ (વિક્રમ પા–પર૩) વીરનિર્વાણુ સંવતમાં આચાર્ય દેવદ્ધિઓ કલ્પસૂત્રનું લેખન સમાપ્ત ૧૪. વિશેષાવશ્યક ગા. ૭૮, ૮૪૪, ૨૯૨૬, સ્વો પક્ષ ટીકા ગા૦ ૫, ૯૭. વ્યવહારભાષ્યમાં નંદીને ઉલેખ છે: ઉદેશ ૭, ગાથા ૩૦૧, ઉદેશ ૬, ગાથા રે ૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy