________________
૩૨૦ અને વ્યવહાર એ આચાર્ય ભદ્રબાહુની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે એટલે તેમને સમય પણ વીરનિર્વાણ ૧૭૦ આસપાસ નિશ્ચિત છે. એટલે કે તે પણ વિક્રમપૂર્વ ૩૦૦ વર્ષ બની ચૂક્યા હતા. નિશીથસુત્ર તે આચારાંગની ચૂલિકારૂપ છે. યદ્યપિ ચૂર્ણિકારને મતે તે ગણધરત છે, પણ ચૂર્ણિથી પણ પ્રથમ રચાયેલ નિર્યુક્તિ તેને સ્થવિરગ્રથિત કહે છે. તેથી તે વાત માન્ય કરવી જોઈએ કે સ્થવિરના વિષયમાં પણ મતભેદ છે. પંચકલ્પચૂણિ તે તેને સ્પષ્ટતઃ ભદ્રબાહુકર્તક માને છે,
જ્યારે સ્વયં નિશીથને અંતે આવતી ગાથામાં તેને વિશાખાચાયત ગયું છે. એને ભદ્રબાહુકૃત માનીએ કે વિશાખાચાર્ય કૃત અથવા કોઈ જૂના સ્થવિરકૃત, પણ તેથી તેના સમયમાં એ ખાસ ભેદ પડતું નથી. કારણ, એ શ્વેતાંબરદિગંબરના ભેદપૂર્વની રચના છે એ તે નિશ્ચિત જ છે; અને સંપ્રદાયોમાં અગબાહ્યમાં તેને સમાવેશ છે. આચાર્ય ઉમાસ્વાતિ પણ તેને ઉલ્લેખ કરે જ છે. વળી સ્વયં ભદ્રબાહુ પણ વ્યવહારમાં નિશીથને આચારપ્રકલ્પને નામે ઉલ્લેખ કરે જ છે. આ દષ્ટિએ તેને વીરનિર્વાણ ૧પ૦ આસપાસની રચના માની જ શકાય તેમ છે. વિશાખાચાર્ય કૃત તેનું અંતિમરૂપ સ્વીકારીએ તે પણ તે ૧૭૫ વીરનિર્વાણમાં બની ચૂક્યું હતું એમ માની શકાય છે. અર્થાત વિક્રમપૂર્વ ૩૦૦ માં તો એ બની ચૂક્યું હતું એમ માની શકાય છે.
“મૂલ” તરીકે ઓળખાતા ચાર ગ્રંથમાંથી દશવૈકાલિકને સમય નિશ્ચિત જ છે. તે આચાર્ય શäભવની રચના છે. આચાર્ય શäભવનું મૃત્યુ વીરનિર્વાણ ૯૮માં થયું. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપૂર્વ ૩૭ર પહેલાં ક્યારેક થઈ. તેમાં જે ચૂલિકાઓ છે તે ત્યાર પછી તેમાં જોડવામાં આવી છે. અને તેને વિષેની પરંપરા એવી છે કે તે સ્થૂલભદ્રના સમયમાં જોડવામાં આવી. આ સિવાય દશવૈકાલિકામાં કશું જ નવું જોડવામાં આવ્યું નથી. અને ભાષાના સંસ્કારને બાદ કરીએ તે, તે તેના જૂના રૂપે સચવાયું છે. ઉત્તરાધ્યનની સંકલના
તાબર–દિગંબર મતભેદ પહેલાં થઈ ગઈ હતી તે દિગંબરોની અંગબાહ્ય સૂચીને આધારે કહી શકાય છે. વિદ્વાનોએ તે સંકલનાને વિક્રમપૂર્વ બીજી કે તીજી શતાબ્દીની સ્વીકારી છે. આવશ્યક સૂત્રના છ–અધ્યયનમાંનાં ચારનો ઉલ્લેખ તે દિગંબર સૂચીમાં પણ છે. અને અંગોમાં જ્યાં કોઈ પણ મુનિના અધ્યયન પ્રસંગ છે ત્યાં સામારૂ મારૂારું સારું એ ઉલ્લેખ આવે છે. એ ઉપરથી જણાય છે કે અધ્યયનક્રમમાં સર્વપ્રથમ સ્થાન આવશ્યકના સામાયિક અધ્યયનને છે. આથી માની શકાય કે તેની રચના પણ ગણુધરત અંગસમકાલીન છે પિડનિયુક્તિ અને વિકલ્પ એ નિયુક્તિ એ “મૂળ મનાય છે. આ બન્ને નિયુક્તિઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org