________________
૩૦૫
શ્રુતપુરુષ આગમને મૌલિક વિભાગ “અંગ તરીકે ઓળખાય છે. તેની પાછળ સાહિત્યિક વિભાગ કરવાની પ્રાચીન પરંપરા કારણભૂત છે. જેમ સૃષ્ટિક્રમમાં પુરુષની કલ્પના કરવામાં આવી અને તેના વિવિધ અંગરૂપે બ્રાહ્મણ દિ ચાર વર્ણોની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી અથવા તે પુરુષની કલ્પના કરીને તેને આધારે સમગ્ર લેકના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ, તે જ રીતે વિદ્યાપુરુષ કે શ્રુતપુરુષની પણ કલ્પના કરીને તેના અંગ-ઉપાંગરૂપે વિદ્યાસ્થાનોની કલ્પના થઈ. આ જ પરંપરાનું અનુસરણ કાવ્યપુરુષની કલ્પનામાં પણ છે. જેમ વૈદિક સાહિત્યમાં પણ વિદ્યાનાં અંગોની કલ્પના છે, તેમ જૈન શ્રુતમાં પણ અંગ-ઉપાંગની કલ્પના કરવામાં આવી. સ્પષ્ટ છે કે શરીરમાં જેમ ઉપાંગોને આધાર અંગ છે, તેમ આગમમાં પણ ઉપાંગને આધાર અંગગ્રંથે જ બને. આ રીતે સમગ્ર આગમસાહિત્યમાં અંગગ્રંથોનું મહત્ત્વ અધિક છે, એટલું જ નહિ પણ તે જ મૌલિક આગમો છે અને તેના આધારે અંગબાહ્ય કે ઉપાંગાદિ અન્ય આગમોનું નિર્માણ થયું છે. આ દષ્ટિએ ભગવાન મહાવીરનો અર્થોપદેશ સાંભળીને ગ્રથિત થયેલા મૌલિક આગમને અંગ એવું નામ જે આપવામાં આવ્યું છે તે તેના મહત્વને સૂચવી જાય છે; સાથે જ તેની મૌલિકતાનું પણ સૂચન કરે છે.
અંગરચનાની આધારભૂત સામગ્રી આપણે એ જોયું કે અંગોની રચનામાં ભગવાન મહાવીરને ઉપદેશ એ જ મુખ્ય આધાર છે, પણ એ વિચારવું પ્રાપ્ત છે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આવે તે તેમની પિતાની જ શોધ હતી કે પરંપરાથી પ્રાપ્ત સામગ્રીને આધારે જ તેમણે ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરનો બુદ્ધની જેમ એવો દાવો નથી કે આ જે કાંઈ હું કહું છું તે મારી જ શેધ છે અને કેઈ અપૂર્વ વાત છે. સંસારચક્રને માનનાર અને અનાદિ સૃષ્ટિક્રમને માનનાર મહાવીર પિતાના ઉપદેશને વિષે સ્પષ્ટ કહે છે કે મેં આ જે અહિંસાને ઉપદેશ આપ્યો છે તે કેવળ મેં જ આપે છે એવું નથી, પણ મારા પૂર્વે અનેક અહંતાએ આપે છે, વર્ત. માનમાં અનેક અહંતે આપે છે અને ભવિષ્યમાં પણ અનેક અહંતે આપશે. આમ એ વિદ્યાને તેઓ અનાદિઅનંત સૂચવે છે. આમ વેદની અપૌરુષેયતા અને અંગ આગમની અનાદિતા એક જ થઈ જાય છે.
અંગમાં એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે, જેમાં પિતાની વાતના સમર્થનમાં ભગવાન મહાવીર ભગવાન પા" પણ આમ જ કહ્યું છે, એમ સ્પષ્ટ જણાવે છે.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org