________________
જૈન આગમ–જૈન દર્શનનુ મૂળ
જૈન દા`નિક સાહિત્યનું વિભાજન આગમિક અને દાર્શનિક એમ છે. આગમિક સાહિત્ય એ દાનિક સાહિત્યના આધારરૂપ છે તે એ અથ માં કે જૈન અેનની મૌલિક ધારણાએ તેમાં સ્થાપિત થઈ છે અને તેનું અનુસરણ પછીના દાર્શનિક સાહિત્યમાં અનિવાયપે થયું છે. આગમિક સાહિત્યનું સકલન ભ. મહાવીરના ઉપદેશને અનુસરી ભ. મહાવીરના નિર્વાણથી માંડીને એક હાર વર્ષ સુધી થતું રહ્યું છે. અને સામાન્ય રીતે તે પછી દાનિક સાહિત્યની રચના થઈ છે. દાનિક સાહિત્યના પુરસ્કર્તા આચાય ઉમાસ્વાતિ છે. આગમિક સમગ્ર સાહિત્ય પ્રાકૃતમાં છે જ્યારે દાનિક સાહિત્ય પ્રધાનરૂપે સંસ્કૃતમાં છે. અને તેના પ્રારંભ આચાય ઉમાસ્વાતિના સંસ્કૃતમાં રચિત તત્ત્વાર્થ સૂત્રથી થાય છે. આચાય ઉમાસ્વાતિને સમય ચેાથી શતાબ્દી ગણાય છે..
આગમિક અને દાર્શનિક સાહિત્યની વિભાજક રેખા શી—એને વિચાર અહી જરૂરી છે.
આગમામાં જૈન દર્શનનું વ્યવસ્થિત નિરૂપણ નથી. જૈન મન્તબ્યાની પ્રાસંગિક ચર્ચા તેમાં વિખરાયેલી મળી આવે છે પણ જેમ તત્ત્વાર્થીમાં પ્રથમ સૂત્રમાં ઉદ્દેશનું નિરૂપણ કરી ક્રમે સમગ્ર વિષયેાની ચર્ચા જે રીતે કરવામાં આવી છે તે રીત આગમામાં અપનાવવામાં આવી નથી. તત્ત્વાર્થ સૂત્રને આધાર આગમા જ છે કારણ તેમાં નિરૂપાયેલ એકેએક બાબતનું મૂળ આગમામાં છે જ અને તે આચાય આત્મારામજીએ. 'તત્ત્વાર્થસૂત્ર જેનાગમ સમન્વય’માં અત્યંત સ્પષ્ટરીતે સિદ્ધ કરી આપ્યું છે.
તત્ત્વા સૂત્ર એ દાનિક કોટિના સૂત્રગ્રન્થ છે છતાં તે પરીક્ષાપ્રધાન ગ્રન્થ નથી. તેમાં ઉદ્દેશ અને વિભાગ ઉપરાંત લક્ષણા મળી આવે છે પણ પરીક્ષા નથી. દાનિક સૂત્રેામાં વૈશેષિક દર્શન જેવા સૂત્રગ્રન્થાની કાર્ટિને એ ગ્રન્થ છે. પરંતુ ન્યાયસૂત્રની કાટિમાં એ ગ્રન્થને મૂકી શકાય તેમ નથી. પરંતુ તત્ત્વાર્થ સૂત્રની જે ટીકા રચાઈ તેમાં મૂળસૂત્રની એ ક્ષતિને દૂર કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org