________________
જૈન આગમ
જૈન આગમનું મહત્વ અને પ્રકાશન કઈ પણ ધર્મ અને તેની સંસ્કૃતિને ટકાવી રાખનાર અનેક બળ હોય છે. તેમાં તે ધર્મનાં માન્ય શાસ્ત્રો એક મોટું બળ લેખાય છે. ધર્મ પ્રવર્તકે તે ઉપદેશ આપીને આ સંસાર છોડીને ચાલ્યા જાય છે, પણ તેઓ જે વાર મૂકી જાય છે તે જે શાસ્ત્રારૂપે સંધરા હેય તો એ શાસ્ત્રો તેમના પ્રતિનિધિ તરીકેની સેવા યુગો સુધી આપતાં રહે છે. આજના યુગમાં હિંદુધમનું એવું બળ તે વેદ અને વૈદિક શાસ્ત્રો છે, બૌદ્ધોનું બળ એમનાં ત્રિપિટકે છે, ખ્રિસ્તી ધર્મનું બાયબલ અને ઇસ્લામનું કુરાન છે. તે જ રીતે જૈનધર્મનું એવું બળ તે ગણિપિટક તરીકે ઓળખાતા જૈન આગમો છે.
દુનિયાની એક અજાયબી તરીકે બ્રાહ્મણોએ સંરક્ષેલ દે છે. અને તે વિશ્વમાં સૌથી પ્રાચીન સાહિત્ય ગણાય છે. તે જ પરંપરાનાં ઉપનિષદ વગેરે સાહિત્ય પણ સુરક્ષાની દૃષ્ટિએ અને કાળની દૃષ્ટિએ પણ અન્ય સાહિત્યના મુકાબલે પ્રાચીન જ ઠરે છે. અને ત્યાર પછી બૌદ્ધોનું ત્રિપિટક અને જૈનોનું ગણિપિટક આવે છે.
પણ વેદ અને ત્રિપિટક તથા જૈન આગમ વચ્ચે જે મહત્ત્વનો ભેદ છે તે જાણવા જેવો છે. બ્રાહ્મણોએ અનેક ઋષિમુનિઓ-કવિઓ દ્વારા સંસ્કૃત ભાષામાં નિમિત સાહિત્યને સંહિતારૂપે જાળવી રાખ્યું તેના શબ્દોની સુરક્ષા વિષે એમણે પૂરો પ્રયત્ન કર્યો છે, પણ તેના અર્થ વિષે તેઓ બેદરકાર રહ્યા છે—એ હકીકત છે. જેનો અને બૌદ્ધોએ એથી ઊલટું કર્યું છે. તેમણે શબ્દ નહિ પણ અર્થને જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે, આપણે જોઈએ છીએ છે, વેદે શબ્દરૂપે ભલે સુરક્ષિત રહ્યા પણ વેદપાઠીને તો તેના અર્થનું જ્ઞાન હોય જ છે એમ નથી. આજના વિદ્વાન વેદના અર્થો કરવાને હજી પણ મથામણ કરી રહ્યા છે અને ભાષાશાસ્ત્રની મદદ વડે તેને પામવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ હજી સુધી એમ તે ન કહી શકાય કે વેદનો મોટો ભાગ નિશ્ચિત રૂપે સમજાઈ ગયો છે. આથી ઊલટું, બૌદ્ધ પિટ અને જૈન આગમ લોકભાષામાં લખાયા અને તેના અર્થ વિષે કોઈ સંદેહ નથી. અમુક શબ્દો એવા હોઈ શકે છે કે જેના અર્થ વિષેની આજે પરંપરા સચવાઈ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org