SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉપયોગ અને પશ્યતા–એ બન્નેની પ્રરૂપણા જીના ૨૪ દંડકમાં વિચારાઈ છે તે આ પ્રમાણે છે––૧૯૧૨-૧૯૨૭; ૧૯૪૦-૧૫૫૩.) (આ કાષ્ઠક ૫૭ મે પાને મૂકયું છે.) ૨૪ દંડકોમાં જીવોના ઉપયોગ અને પયત્તાનો વિચાર કર્યા પછી બન્ને પદમાં ઉપયોગવાળા જીવોને વિચાર છે. હકીક્તમાં કશે ભેદ પડતું નથી (૧૯૨૮-૧૯૩૫, ૧૯૫૪–૧૯૬૨). તેથી તે વિષે વિશેષ ચર્ચા જરૂરી નથી. પરંતુ પશ્યતા પદમાં અંતે કેવલીના જ્ઞાન-દર્શનને ઉપગ યુગપત છે કે ક્રમે છે, તેની ચર્ચા કરી છે, અને દલીલ કરી છે કે જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે તેથી કઈ પણ વસ્તુને એક સમયમાં જાણે-દેખે નહિ (૧૯૬૩-૬૪). આ ચર્ચા માટે સન્મતિપ્રકરણને બીજે કાંડ જેવો જોઈએ, જ્યાં ઉપયોગમાં ક્રમ, યૌગપદ્ય અને અભેદ એ ત્રણે રજૂ કરવામાં આવ્યા છે. ઉપગ અને પશ્યત્તા વિષે અન્ય કશી જ ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ અવધિપદમાં અવધિજ્ઞાન વિષે તેના ભેદો આદિ સાત મુદ્દાઓ લઈ અવધિજ્ઞાનની વિસ્તૃત ચર્ચા કરી છે. તે સાત બાબતે આ છે : ૧. ભેદ. ૨. વિષય, ૩. સંસ્થાન, ૪. આત્યંતર અને બાહ્ય અવધિ, ૫. દેશાવધિ, ૬. અવધિની ક્ષય-વૃદ્ધિ છે. પ્રતિપાતિ-અપ્રતિપાતી (૧૯૮૧). ખંડાગમમાં અવધિજ્ઞાનની ચર્ચા કર્મના આવરણ પ્રસંગે કરવામાં આવી છે અને ત્યાં અવધિના અનેક ભેદોની તથા સંસ્થાન આદિની ચર્ચા છે (પુ૧૩, પૃ. ૨૮૯-૩૨૮). તેમાં ધ્યાન દેવાની વાત એ છે કે આવશ્યકનિયુક્તિની અવધિની ચર્ચાનો જે કાળ છે તે પછીના કાળની ચર્ચા વખંડાગમની હવાને સંભવ છે; કારણ કે ક્ષેત્રથી જપન્યાવધિમાં આવશ્યકનિયુક્તિમાં પણનું દૃષ્ટાંત છે, જ્યારે પખંડાગમમાં સૂક્ષ્મ નિગોદનું છે (આવ. નિ. ૨૯; વિશેષાશ્યક ૫૮૫; ખંડાગમ પુ૧૩, પૃ૦ ૩૦૧). વળી, આવશ્યકનિયુક્તિગત ગાથાઓ ગાથાસૂત્રને નામે પણ પખંડામમાં દેખા દે છે (આવશ્યકનિયુક્તિ, ગા૦ ૩૧ થી ઘણી ગાથાઓ પખંડાગમમાં છે; પુત્ર ૧૩ ને અંતે જુએ થાસૂત્રાળ’ નામનું પરિશિષ્ટ પૃ. ૧૧). ગાથાઓમાં પાઠાંતરો નજરે પડે છે. સંભવ છે કે આ ગાથાએ પ્રાચીન નિયુક્તિની હોય, જે આવશ્યકનિયુક્તિ અને ષટૂખંડાગમમાં લેવામાં આવી હોય. ૩. ભગવતીમાં આ પદના સૂત્ર (૯૮રથી પ્રારંભ કરી આખું અવધિપદ સમજી લેવાની સૂચના છે. ૧૬, ૧૦, ૧૮૧.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy