________________
૨૦૦ સ૯૯૭માં ભારણુતિક સમુધાત વખતે જે કમપુદગલોની નિર્જરા થાય છે, એટલે જે પરમાણુઓએ પોતાના કર્મરૂપ પરિણામને ત્યાગ કર્યો હોય છે, તે પરમાણુઓ સૂમ હોય છે, એવું વિધાન કરવામાં આવ્યું છે. અને એવું પણ વિધાન છે કે તેવા પરમાણુ સમગ્ર લોકમાં હોય છે. વળી, સૂ૦ ૯૯૩માં એવું પણ વિધાન છે કે છવસ્થ છો એ સૂક્ષ્મ પરમાણુઓને જાણુ–દેખી શકતા નથી. કેટલાક દે પણ એવા છે, જે તે સૂક્ષ્મ પુદ્ગલેને જાણી-દેખી શકતા નથી, તે સામાન્ય મનુષ્યની તો વાત જ શું કરવી ?
તે પછી જીવના ૨૪ દંડકોની ચર્ચામાં જણાવ્યું છે કે કેટલાક છો તે સૂક્ષ્મ પરમાણુઓને જાણી-દેખીને આહારમાં લે છે અને કેટલાક જાણ્યા-દેખ્યા વગર (સૂ૦ ૯૫–૯૯૮).
સૂ૦ ૯૯હ્માં આદર્શદણ, અસિ આદિ ચકચકિત પદાર્થોમાં જે પ્રતિબિંબ પડે છે તેને જોનાર શું જુએ છે તે ચર્ચા પ્રસંગે આદર્શ આદિને અને પિતાને જેતે નથી પણ માત્ર પ્રતિબિંબને જુએ છે એમ જણાવ્યું છે. પ્રસ્તુતમાં પ્રતિબિંબ માટે પ્રતિભાગ (વક્ટિમા) એ શબ્દને પ્રયોગ છે. આ સૂત્રના પાઠમાં આદર્શને જુવે કે નહિ, તે બાબતમાં પાઠાંતર છે. આચાર્ય મલયગિરિને મતે આદર્શને પણ જુવે એવો પાઠ છે, પણ અન્ય બધી પ્રતિમાં અને જુના ગુજરાતી રબામાં તેથી વિરુદ્ધ પાઠ છે. આનું સમાધાન એ હોઈ શકે કે માત્ર દશ્ય વિષયની અપેક્ષાએ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી અને આદર્શ પણ દશ્ય છે એમ માન્યું. પરંતુ દશ્ય ગમે તે હોય, પણ જે વિષયને ઉપયોગ અથવા તે વિકલ્પ આત્માને થાય તેને જ દશ્ય માનીએ તે પ્રતિબિંબ જોતી વખતે આપણને ભાન–ઉપયોગ કે વિકલ્પ તે આદર્શગત પ્રતિબિંબ વિષયક જ હોય છે. આથી આદર્શને જેતે નથી એમ કહેવું હોય તો ઉપયોગ–ભાનની દષ્ટિએ એમ પણ કહી શકાય.
પ્રતિબિંબ વિષેની રોચક ચચ નિશીથભાષ્યમાં ગાય ૪૩૧૮ થી છે. અને સ્યાદાદરત્નાકરમાં તે તે સમગ્ર ચર્ચા વિસ્તારથી છે, પૃઇ ૮૫૮ થી. તત્ત્વાથ સૂત્રની સિદ્ધસેનીય ટીકામાં પણ પ્રતિબિંબની રોચક ચર્ચા છે, ૫. ૨૪, પૃ. ૩૬૪.
કંબલનાટક (કામળા)ને ગાઢ વણવામાં આવે કે પાંખો વણવામાં આવે, પણ તે સરખા પ્રદેશને જ સ્પર્શે છે, આ વાત ઇન્દ્રિયના પ્રકરણમાં સ્પર્શ સામ્યને કારણે મૂકવામાં આવી હોય તેમ જણ્ય છે (૧૦૦૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org