________________
૧૫૧
અછવથી જીવને ભિન્ન સિદ્ધ કરવાનું કાર્ય કરતા હોવાથી સામાન્ય કહેવાય છે. આ સામાન્ય તિર્લફસામાન્ય છે, તે એક નથી પણ નાના છે, તેથી તેની અસમાનતા છતાં એના એ ભ્રમ છે; અથવા કલ્પિત એકતા છે. –વાસ્તવિક એકતા નથી તે જ પ્રમાણે અછવદ્રવ્ય કેઈ જુદુ એક દ્રવ્ય નથી. પણ અનેક અછવદ્રવ્યઅચેતનદ્રવ્ય છે. તે બધાં છવથી જુદાં છે માટે તે અર્થમાં તેમની સમાનતા અછવદ્રવ્ય કહેવાથી વ્યક્ત થાય છે, તેથી તે સામાન્ય અછવદ્રવ્ય તિર્લફસામાન્ય છે. આ તિર્યસામાન્યના પર્યા–વિશે–ભેદે તે પ્રસ્તુતમાં છવ અને અજીવના પર્યાય-વિશેષ-ભેદ છે (૪૩૯, ૫૦૧) એમ સમજવાનું છે.
પણ જેને મતે કોઈ પણ એક દ્રવ્ય અનેક રૂપે પરિણત થાય છે, જેમ કે કેાઈ એક છવદ્રવ્ય નારકાદિ અનેક પરિણામોને ધારણ કરે છે. આ પરિણામો કાળક્રમે બદલાયા કરે છે. પણ છવદ્રવ્ય ધ્રુવ છે, અર્થાત તેને જીવ રૂપે કદી નાશ થતો નથી, નારકાદિ પર્યાયરૂપે નાશ થાય છે. અનેક નારકાદિ પર્યાયે ધારણ કરવા છતાં તે અચેતન બની જતું નથી. આ છવદ્રવ્યને સામાન્ય-ઊર્ધ્વતાસામાન્યકહ્યું છે, અને તે એક છે. અને તે સામાન્યના નાના પર્યા-પરિણામો-વિશે–ભેદે છે. પ્રસ્તુતમાં રયિકાદિના જે પર્યાયોની ચર્ચા છે (૪૪૦, ૫૦૪), તે આ ઊર્થતા સામાન્યની અપેક્ષાએ કરવામાં આવી છે. તેથી તે તેના પર્યાય-પરિણમે છે, એમ સમજવું.
આમ પ્રસ્તુતમાં પર્યાય શબ્દ પ્રકાર–ભેદ અર્થમાં અને અવસ્થા કે પરિણામ એમ બે અર્થમાં પ્રયુક્ત છે. અને તે બન્નેનું સામાન્ય જુદુ જુદુ છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભેદોનું તિર્લફસામાન્ય વાસ્તવિક છતાં એક નથી, જ્યારે પર્યાનું ઊર્ધ્વતા સામાન્ય એક છે અને વાસ્તવિક છે.
જવસામાન્યના નારકાદિ અનેક ભેદો-વિશેષ છે, તેથી તેને જીવન પર્યાય કહ્યા છે. અને જીવસામાન્યના અનેક પરિણામો–પર્યાયો પણ છે, તેથી તેને જીવના પર્યાયે કહ્યા છે. આ જ પ્રકારે અજીવ વિષે પણ સમજી લેવાનું છે. આમ ગ્રંથકારે પર્યાય શબ્દને બે અર્થમાં વાપર્યો છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને પર્યાય અને વિશેષ એ બન્ને શબ્દોને એકાWક જ સ્વીકાર્યા છે. જેમાં અંગગ્રંથમાં પર્યાય શબ્દ જ પ્રચલિત હતું તેથી તે શબ્દ વિવરણમાં રાખે છે. પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો હતો તેથી તે શબ્દને પણ પ્રયોગ પર્યાય અર્થમાં અને વસ્તુના ભેદ અર્થમાં પણ થઈ શકે છે તે ૩. આવી કલ્પિત એકતાની દૃષ્ટિએ જ સ્થાનાંગમાં આવતાં “જે મા,
ઇત્યાદિ વાક્યો સમજવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org