________________
૧૪૯ તેથી તેને જુદે નિર્દેશ જરૂરી નથી. વળી પ્રસ્તુતમાં તે આયુર્મકૃત સ્થિતિને વિચાર છે. તે અછવમાં અપ્રસ્તુત છે.
પાંચમું “વિશેષ પદ : જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાયે
પ્રસ્તુત પાંચમાં પદનું નામ “વિશેસં–વિશેષ પદ છે. વિશેષ એટલે જીવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પ્રકારે. અને બીજો અર્થ છે છવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પર્યાયે, પ્રથમ પદમાં જીવ અને અજીવ એ બે દ્રવ્યના પ્રકારો, ભેદ-પ્રભેદ સાથે, ગણાવી દીધા છે. તેનું અહીં પણ સંક્ષેપમાં પુનરાવર્તન કર્યું છે, તે એટલા માટે કે પ્રસ્તુતમાં જે બાબત સ્પષ્ટ કરવાની છે તે એ કે જીવ અને અજીવના જે પ્રકારે છે તે પ્રત્યેકના અનંત પર્યાય છે. જે પ્રત્યેકના અનંત પર્યાયો હોય તો સમગ્રના પણું અનંત હોય જ. અને દ્રવ્યના જે પર્યાયો-પરિણામે હોય તે તે દ્રવ્ય ફૂટસ્થનિત્ય ન ઘટી શકે, પણ તેને પરિણુમિનિત્ય માનવું જોઈએ –આવું સૂચન પણ ફલિત થાય છે. અને વસ્તુનું રવરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે એ પણ આથી ફલિત થાય છે.
એક બાબત, જે ધ્યાનમાં રાખવાની છે, તે એ પણ છે કે પદનું નામ ‘વિસેસ આપ્યા છતાં તે શબ્દનો ઉપયોગ સૂત્રોમાં કર્યો નથી; પણ સમગ્ર પદમાં તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે (સૂત્ર ૪૩૮-). જૈન શાસ્ત્રમાં આ પર્યાય શબ્દનું વિશેષ મહત્ત્વ છે. ગ્રંથકારે આથી પ્રથમ તે એ સુચન કર્યું કે પર્યાય કહે કે વિશેષ કહે એમાં કાંઈ ભેદ નથી. જે નાના પ્રકારના છ દેખાય છે, કે અજીવો દેખાય છે, તે સૌ તે તે દ્રવ્યના પર્યાય જ છે. પછી ભલે તે સામાન્યના વિશેષરૂપે–પ્રકારરૂપે—હોય અગર દ્રવ્યવિશેષના પર્યાયરૂપે હોય. જીવના જે ભેદે ગણાવ્યા છે, જેમ કે નારકાદિ, તે બધા પ્રકારે ને તે છવદ્રવ્યના પર્યાયે પણ છે. કારણ, અનાદિ કાળમાં જીવ અનેક વાર તે તે પ્રકારે અવતર્યો હોય છે. અને જેમ કોઈ પણ એક જીવના તે પર્યા છે તેમ સલ જીવોની સમાન યોગ્યતા હોઈ તે બધાએ પણ તે તે નારકાધિરૂપે જન્મ લીધે જ હોય છે. આમ જેને પ્રકાર કે ભેદ કે વિશેષ કહેવામાં આવે છે તે પ્રત્યેક જીવદ્રવ્યની અપેક્ષાએ પર્યાય જ છે, તે જીવની એક વિશેષ અવસ્થા જ છે, પર્યાય કે પરિણામ જ છે. પર્યાયશૂન્ય દ્રવ્ય કદી હતું જ નથી. એટલે તે તે દ્રવ્ય તે તે પર્યાયઅવસ્થામાં જ હોય છે-આવું સૂચન પ્રસ્તુત પદમાંથી ફલિત થાય છે, કારણ, જેને દ્રવ્ય કહેવામાં આવે છે તેને પણ પ્રસ્તુતમાં પર્યાયના નામે જ ઓળખવવામાં આવ્યાં છે (૪૩૯). સારાંશ કે દ્રવ્ય અને પર્યાયને અભેદ છે, એવું સૂચન આમાં છે. તેથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org