SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્તૂરભાઈની કલાદષ્ટિને જુના પ્રેમાભાઈ હોલની બાંધણું ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે યોજના કરી, રૂ. ૫૫,૭૦,૦૦૦ ના ખર્ચે પ્રેમાભાઈ હોલની નવરચના થઈ તેમાં રૂા. ૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તૂરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહએ આપેલું. વિખ્યાત સ્થપતિ લુઈ કાહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાત દેખરેખ નીચે રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરના શિ૯૫-સ્થાપત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીર્થ મંદિરોની રોનક સુધારવાની યોજના ઘડી, ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણકપુર તીર્થે પુનરુદ્ધાર પામતાં નવી રોનક ધારણ કરી છે. કસ્તુરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગર પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા, તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાંના આરસના કુળનો આરસ દાંતાના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારનો ખચ શિલ્પીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસો રૂપિયા થયેલો માલૂમ પડ્યો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયો. શત્રુંજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. - ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજોને વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્વાર પામેલાં આ ધર્મસ્થાને જેનારને લાગવાનો સંભવ છે. * એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને, પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તે...” “મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈએ કહ્યું. “પણ પછી શું ?” પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” “તમારું શું થશે તેનો વિચાર આવે છે ખરો ? Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy