SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુગદ્દારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણું, તેમાં પ્રથમ એ અનુગદ્વારેને ગણવીને કેઈ નિરૂપણું નથીપરંતુ પખંડાગમમાં તે આઠ અનુયોગકારના નિર્દેશપૂર્વક સ્પષ્ટ નિરૂપણ છે. એવાં અનુયોગકારોની નિર્માણભૂમિકા તે પ્રજ્ઞાપનામાં ખડી થઈ છે, જેને આધારે આગળ જઈ અનુયોગકારોનું નિરૂપણ થવા લાગ્યું. તત્ત્વાર્થસૂત્ર (૧. ૮) માં સતસંખ્યા ઇત્યાદિ આઠ અનુગદ્વારને નિર્દેશ છે. આ કેઈ નિર્દેશ પ્રજ્ઞાપનામાં નથી. પરંતુ તેમાં જુદાં જુદાં પદોમાંથી આ અનુગદ્વારેનું સંકલન કરવું સંભવ છે. એવા નિશ્ચિત સંકલનને ઉપગ પખંડાગમમાં થયો છે, જે તે બન્નેના કાળ વિષે અવશ્ય પ્રકાશ ફેકે છે, અને સિદ્ધ કરે છે કે પખંડાગમ પ્રજ્ઞાપના પછીની જ રચના કે સંકલન હશે. જઢિયાળુવાળ', “ફાળુવાળ”, “જીવાણુવાળ” ઈત્યાદિર શબ્દોથી તે તે માગણધારની ચર્ચાને પ્રારંભ કરવાની પદ્ધતિ પખંડાગમમાં સર્વત્ર અપનાવ વામાં આવી છે, જેનું અનુસરણું પ્રજ્ઞાપનામાં કવચિત જ જોવા મળે છે. માત્ર રિસાળવા’ અને ‘વેત્તાલુવાણા” એ બે શબ્દો૨૮ વપરાયા છે, પણ ગતિ આદિની ચર્ચામાં “નરૂધ્યgવાઈ' જેવો પ્રયોગ નથી. પ્રજ્ઞાપના અને ષખંડાગમમાં કેટલેક સ્થળે તો નિરૂપણ ઉપરાંત શબ્દસામ્ય પણ છે, જે સૂચવે છે કે બન્ને પાસે સમાન પરંપરા હતી. નિરૂપણસામ્ય એટલે કે તે તે બાબતમાં મતક્ય તે અધિકાંશ બનેમાં જોવા મળે જ છે. તેથી તેની જુદી નોંધ લેવી જરૂરી નથી. પણ જ્યાં શબ્દસામ્ય સ્પષ્ટ છે તેની નેંધ લેવી જરૂરી છે. સામાન્ય રીતે કહી શકાય કે બન્ને ગ્રંથે ગદ્યમાં લખાયા છે, પરંતુ તેમાં ગાથાઓ પણ છે. તે ગાથાઓમાંથી કેટલીક તે પારંપરિક સંગ્રહણીગાથાઓ જ હેવી જોઈએ, એમ જણાય છે. પ્રજ્ઞાપનાની ગાથા નં. ૯૯, ૧૦૦ અને ૧૦૧ પખંડાગમમાં પણ મળે છે, તે આ પ્રમાણે– पुस्तक १४, सूत्र १२१-“तत्थ इम साहारणलक्खण मणिद सूत्र १२२ साहारणमाहारो साहारणमाणपाणगहण च । ___साहारणजीवाण साहारणलक्खणं भणिदौं । ૨૬. પખંડાગમ, પુ. ૧, સૂ૦ ૭, પૃ. ૧૫૫. ૨૭. એજન, પુસ્તક ૧, સૂત્ર ૨૪, ૩૩, ૩૯ ઇત્યાદિ. ૨૮. પ્રજ્ઞાપના. સૂત્ર ૨૧૩–૨૨૪, ૨૭૬–૩૨૪, ૩૫૬-૩૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy