________________
આશાનો આધાર
સૂર્યને પ્રકાશ જગતને અજવાળે છે. સંતની સાધનાને પ્રકાશ અંતરના અંધકારને દૂર કરે છે.
એમની સાધનાના પગલે પગલે પુણ્ય પાંગરે છે, કલ્યાણની ફૂલવેલ વિસ્તરે છે અને સત્ય, કરુણું અને વાત્સલ્યનાં અમીછાંટણું નિરંતર થતાં રહે છે.
ફૂલડાં ખીલે છે; જગત એનાં રૂપ, રંગ અને સુગંધને માણે છે.
વૃક્ષ ફળે છે; દુનિયાને શીતળ છાયા અને મીઠાં-મધ ફળને લાભ મળે છે.
પણ એ ફૂલછોડ અને એ વૃક્ષે કેવી કેવી યાતનાઓમાંથી પસાર થાય છે, એ જાણવાની ખેવના કેણ કરે છે ભલા?
સંત પુરુષની સાધના ફૂલ અને વૃક્ષોના જેવી જ સર્વ સુખકારી હોય છે.
પણ એ સાધના કેટલી ઉત્કટ અને કેટલી કષ્ટદાયક હોય છે, એ તે કેઈક વિરલા જ જાણી શકે છે.
જીવનસાધનાના વ્રતને વરેલા સંતે તપ કરે, જપ કરે, ધ્યાન કરે, મૌન કરે, સ્વાધ્યાય કરે, કષ્ટોને મિત્ર સમાં ગણું ઉમળકાથી આવકારે અને કાયાની માયા વિસારીને દેહની આળપંપાળથી સદા અળગા રહે દેહને દામું આપવા તેઓ લખે, સૂકે, નીરસ આહાર કરે. અને આવી સાધના કરતાં કરતાં કાયા કાંટાની જેમ સુકાઈને જર્જરિત થઈ જાય તો પણ એની એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org