________________
ગુરુ ગૌતમજવામી જેવી વસ્તુઓ ખાતી, ન કરવા જેવાં કામ કરતી, અને ગમે તેવા પુરુષે સાથે ભેગ ભેગwતી. એમનાં ચરિત્ર પાપમય બની ગયાં.
એક દિવસ એ ત્રણે સ્ત્રીઓ, ભાન અને વિવેકને ભૂલીને, એક જ્ઞાની અને ત્યાગી-તપસ્વી મુનિવરનું અપમાન કરી બેઠી. એ મહાપાતકથી એ ત્રણેને કેઢ નીકળે અને ત્યાંથી મરીને એ પાંચમી નરકમાં ગઈ. પછી અનેક હલકી નિઓમાં જન્મ લઈને અને પિતાના પાપની સજારૂપે અસહ્ય દુઃખો ભેગવીને છેવટે અવંતી દેશની નજીકમાં કઈ થઇને ત્યાં આ ત્રણ કદરૂપી અને દુખી કન્યાઓ રૂપે જન્મી.
આ કન્યાઓ માટે રાજાના મનમાં હેતની લાગણી જગ્યાને મર્મ સમજાવતાં જ્ઞાનવંત અંગભૂષણ મુનિવરે કહ્યું : કાશી દેશ અને બનારસ નગરનો રાજા વિશ્વચન પોતાની રાણી વિશાલાક્ષીને વિયેગમાં મરી ગયે. અને, અનેક ભમાં કરીને, કેઈ સુકૃતના વેગે, એ રાજાને અવતાર પામ્યો. એ રાજા તે, હે રાજન, તું મહીચંદ્ર પોતે. રાજા વિશ્વલોચન તરીકેના તારા પૂર્વભવમાં તને તારી તે ભવની રાણી વિશાલાક્ષી તરફ જે અનુરાગ હતું, તેને લીધે તને આ ત્રણ શૂદ્ર કન્યાઓને જોઈને એમના તરફ હેતની લાગણી થઈ આવી. તમારા બધાંના પૂર્વ સંસ્કારોનું જ આ પરિણામ છે.
મુનિવરની વાત સાંભળીને ત્રણે કન્યાઓ ખૂબ રાજી થઈ અને એમણે આવાં આવાં પાપોથી મુક્ત થવાને ઉપાય બતાવવા એ મુનિવરને વિનતિ કરી. કરુણાસાગર અંગભૂષણે મુનિવરે એમને લધિવિધાન વ્રતનો મહિમા સમજાવ્યું, અને એને વિધિ બતાવીને, એ વ્રતની શુદ્ધ ભાવથી આરાધના કરવા કહ્યું. ત્રણે કન્યાઓએ ભાવલાસથી એ વ્રતનું પાલન કર્યું, એના પ્રતાપે એમનાં પાપ નાશ પામ્યાં. અને ત્યાંથી મરીને એમણે પાંચમા દેવકનાં સુખ ભોગવીને, છેવટે મગધ દેશમાં, બ્રાહ્મણ નામે ગામમાં, શાંડિલ્ય નામે વિપ્રને ત્યાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ-એ ત્રણ ભાઈઓરૂપે જન્મ ધારણ કર્યો અને ભગવાન મહાવીરનું ગણધર પદ પામવા જેવું ગૌરવ મેળવ્યું. - આ છે ભગવાન મહાવીરના પહેલા ત્રણ ગણધરે ગૌતમ બુદ્ધભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિના પૂર્વભવની કથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org