________________
૧.
ગુરૂ ગૌતમસામી અનુકૂળપણે વર્યો છે, હે ગૌતમ!સુરતના દેવભવમાં અને સુરતના મનુષ્ય
ભવમાં તારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? ૫ણ મરણ પછી, - શરીરને નાશ થયા બાદ, અહીંથી. ઍવી આપણે બંને સરખા, એક
પ્રોજનવાળા (એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને ભેદરહિત (સિદ્ધ) થઈશું.
–શ્રી ભગવતીસાર, પૃ. ૨૪-૨૫૦,
૧૧. સાધના “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” (આવૃત્તિ બીજી), પૃ. ૪૨. એ જ ગ્રંથ, પૃ.૪૧; “ભગવતીસૂત્ર”, શ૦૨, ઉ૦ ૧; શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત “ગણધરવાદ” પ્રસ્તાવના, પૃ. ૬૧.
૧૨, લબ્ધિતણા ભંડાર ૧. પં. શ્રી હરગોવિંદદાસ શેઠ સંપાતિ “ક્રાસનવો”માં આ
શબ્દોના અર્થ આ પ્રમાણે આપ્યા છે
ઋદ્ધિ–વિભવ, ઐશ્વર્ય, સંપત્તિ, સામર્થ્ય. સિદ્ધિ-અણિમા વગેરે પેગની શક્તિઓ. લબ્ધિ–ગ વગેરથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિઓ.
આમાં ઋદ્ધિ શબ્દ અને એના અર્થ સાથે કોઈ ગૂઢ કે અદ્ભુત રહસ્ય સંકળાયેલું નથી; પણ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિઓ રોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ, ગૂઢ અને ચમત્કારી શક્તિઓ હેવાથી એ અંગે જનસમુદાયમાં ભારે કસ્તૂહલ અને રહસ્ય પ્રવર્તે છે. સિદ્ધિ અને લબ્ધિ એ બને યોગસાધનાના બળે પ્રાપ્ત થતી હોવાથી એ બે વચ્ચેની ભેદરેખા આંકવાનું કામ મુશ્કેલ છે અને એ બનેથી ચમત્કારે સજતા
હોવાથી એ બનેમાં અદ્ભુતતાનું તરવ સમાન છે. ૨. યોગસાધનાના બળે પ્રાપ્ત થતી સિદ્ધિઓને મહાસિદ્ધિ તરીકે
ઓળખવામાં આવે છે અને તે નીચે મુજબ આઠ પ્રકારની છે– ૧. અણિમા–સાયના છિદ્ર જેટલી જગ્યામાંથી પણ પસાર થઈ
શકવાની શક્તિ. ૨. મહિમા–પિતાનું રૂપ મેરુપર્વતથી પણ મોટું બનાવવાની શક્તિ. ૩. લધિમા–પવનની લઘુતાને પણ વટાવી જાય તેવી લઘુતકરણ શક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org