________________
પાને ૮. સમભાવથી ભરેલી અહિંસાને અને તીર્થકર ભગવાનના સમવ
સરણને યથાર્થ મહિમા નીચેના લેકમાં સુંદર શબ્દોમાં વર્ણવવામાં આવ્યો છે– सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया केकिकान्ता भुजङ्गं मार्बारी हंसबालं प्रणयपरिवशा नन्दिनी व्याघ्रपोतम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति दृष्ट्वा साम्यैकभावं प्रशमितकलयं योगिनं क्षीणमोहम् ॥
–શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (ગદ્ય), પૃ. ૧૦૨. ९. दुलहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं ।
–શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૦, ગા૦ ૨. न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित् ।
–મહાભારત, શાંતિપર્વ. शुनो सुनो रे मानुसभाई ! सवार ऊपर मानुस, ताहार ऊपर नाही ।
–ભક્તિકવિ ચંડીદાસ. - પ. પંડિત ઈન્દ્રભૂતિ ૬. ગોબરગામ-ગોબૂરગામ–ગોવરગામ રાજગૃહથી પૃષ્ઠચંપા જતાં માર્ગમાં
આવતું હતું. ગૌતમરાસામાં એ મગધ દેશમાં હોવાનું લખ્યું છે; પરંતુ કેટલાક ઉલ્લેખ પ્રમાણે એ પૃષ્ઠ ચંપાની પાસે હતું, તેથી એ અંગભૂમિમાં હશે, એમ સાબિત થાય છે. –પૂ. પં. કલ્યાણુવિજયજી ગણિકૃત “શ્રમણ ભગવાન મહાવીર,
પૃ. ૩૬૮, કુંડલપુર એ જ ગોબરગામ હોવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પ્રગટ કરેલ “જૈન તીર્થ સર્વસંગ્રહ” (પૃ. ૪૪૮) તથા સ્વ. મુ. શ્રી ન્યાયવિજ્યજીએ લખેલ “જૈન તીર્થોને ઈતિહાસ” (પૃ. ૪૫૦)માં લખ્યું છે. આ ગેબરગામ (ગુખરગામ), કુંડલપુર ઉપરાંત વડગ્રામના નામથી પણ ઓળખાય છે.
૬. આઘાત ૧. ઘાતી કર્મ–આત્માના મૂળ ગુણેને ઘાત કરનારાં, એના ગુણોને આવરી
દેનારાં કર્મ તે ઘાતી કર્મ. એના ચાર પ્રકાર છે: (૧) જ્ઞાનાવરણય,
Jain Education International
For Private & Personal-Use Only
www.jainelibrary.org