________________
મંગલમય વિભૂતિ
- ગૌતમસ્વામી પણ એ જ ઉagarળ પરંપરાના શ્રેષ્ઠ સાધક ન હતા. તેથી જ, તેઓ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય અને પ્રથમ ગણધર હોવા છતાં, એમના જીવનની બહુ ઓછી અને ઓછી વિગતે આપણું ધર્મગ્રંથમાં સંઘરાયેલી છે.
અને એમના ચમત્કારની વિગતેનું તે પૂછવું જ શું ? ક્યાં દીન-દુખિયાના બેલી, અશરણને શરણું, વિનેના નિવારક, કામનાઓના પૂરક અને સર્વ =દ્ધિ-સિદ્ધિઓ-લબ્ધિઓના સ્વામી તરીકેની એમની નામના અને ક્યાં એમણે સજેલા ચમત્કારની ધર્મગ્રંથોમાં સચવાયેલી નહીં જેવી માહિતી !
ગૌતમસ્વામી અષ્ટાપદની યાત્રાએ ગયા એ એક જ પ્રસંગે તેઓએ પિતાની યેગશક્તિને –લબ્ધિને ઉપયોગ કરીને એમની ચમત્કારશક્તિનું બે વાર દર્શન કરાવ્યું હતું : એક તે, તેઓ ચારણલબ્ધિના બળે ચંપાપુરીમાંથી અષ્ટાપદગિરિની તળેટીમાં પહોંચીને, સૂર્યના કિરણેના આધારે, સહેલાઈથી પર્વત ઉપર પહોંચી ગયા તે વખતે. અને બીજું, જ્યારે તેઓ અષ્ટાપદની યાત્રા કરીને પાછા ફર્યા ત્યારે, પિતાની મહાનલબ્ધિના પ્રયોગથી, એક નાના પાત્રમાં રહેલી ખીરથી તેઓએ પંદરસે ત્રણ તાપસને પારણાં કરાવ્યાં તે વખતે.
આ સિવાય તેઓએ પોતાની લબ્ધિથી બતાવેલ ચમત્કારોની કશી વિગત આપણને જાણવા મળતી નથી. અને પિતાની યેગશક્તિને પરચે બતાવવા માટે તેઓ સામે ચાલીને ક્યાંય ગયા હોય કે એ કોઈ પ્રયોગ એમણે ઈરાદાપૂર્વક કર્યો હોય, એને તે આછો-પાતળે અણસાર સરખેય મળતું નથી. એ ઉપરથી પણ જાણી શકાય છે કે જેનું સંસારીઓને મન અસાધારણ આકર્ષણ હોય છે, એના પ્રત્યે તેઓ સર્વથા ઉદાસીન હતા; અને એ જ એમની વીતરાગભાવની ઉપાસના માટે શોભારૂપ બની શકે એમ હતું. વીતરાગભાવમાં તે સર્વ જીવોના કલ્યાણની ઉદાત્ત ભાવના રહેલી છે. અને આવા ચમત્કારે તે બે-પાંચ-પચીસ જીવો માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org