SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રસંગે ૧૩૭ કે “હે દેવનુપ્રિયે ! મારા સાત સે શિષ્ય સર્વ દુબેને નાશ કરી મોક્ષના શાશ્વત સુખને પામશે.” સૂર્યાભદેવને પૂર્વભવક ભગવાન મહાવીર એક વાર આમલકમ્પા નગરીમાં પધાર્યા. એ વખતે સૂર્યાભ નામે દેવ ભગવાનનાં દર્નાન કરવા આવ્યું હતું. એ દેવની સમૃદ્ધિ જોઈને ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું: “ભગવાન ! આ દેવ પૂર્વભવે કેણુ હતું?” ભગવાને કહ્યું: “ગૌતમ! પહેલાં કેકય નામે દેશમાં પસી નામે રાજા રાજ્ય કરતું હતું. એ રાજા આત્મતત્ત્વના અસ્તિત્વને માનતું નહોતું. એની દઢ માન્યતા હતી કે આત્મા નામનું શાશ્વત દ્રવ્ય હોઈ શકે જ નહીં. સદ્ભાગ્યે એને પુરુષાદાણી ભગવાન પાર્શ્વનાથના અનુયાયી કેશી નામના શ્રમણને સત્સંગ થયો. એ જ્ઞાની શ્રમણે અનેક દાખલાઓ અને દલીલે આપીને એને આત્માનું અસ્તિત્વ સમજાવ્યું અને એને ધર્માભિમુખ બનાવ્યું. એ પસી રાજાને જીવ તે જ આ સૂર્યાભદેવ. ધર્મની આરાધનાને પ્રતાપે એ આવી સમૃદ્ધિ અને દેવગતિ પામે.”૧૪ “નાલા-અધ્યયનની રચના રાજગૃહી નગરી તે મગધદેશની રાજધાની. આજે એને રાજગર કહે છે. તીર્થભાવનાથી પવિત્ર થયેલ પાંચ પહાડ એના ગૌરવમાં - વધારે કરે છે અને એની ધર્મસંસ્કારિતાની કીર્તિગાથા સંભળાવે છે. ભગવાન મહાવીરનાં અનેક ચેમાસાંથી અને સંખ્યાબંધ પુણ્યા- ત્માઓના મેક્ષગમનથી એ ભૂમિ પાવન થયેલી છે. બૌદ્ધ ધર્મ સંઘના ઇતિહાસમાં પણ એને ઘણો મહિમા છે, એટલું જ નહીં, ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ ધર્મશાસ્ત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy