________________
૧૩૦
ગુરુ, ઐતમસ્વામી અબડના વિચિત્ર લાગતા જીવનનું સત્ય દર્શન પામીને અને એમની સદ્ગતિની વાત સાંભળીને, સર્વકલ્યાણન્મ વાંછ ગૌતમસ્વામી રાજી રાજી થઈ ગયા. પ્રભુના શાસનને મહિમા કે વિસ્તરી રહ્યો છે!
કાલેદારી વગેરેનું સમાધાન રાજગૃહ નગરનું ગુણશીલ ચિત્ય ભગવાન મહાવીરના પધારવાથી અનેક વાર પાવન થયું હતું.
આ ગુણશીલ ચૈત્યથી થોડે દૂર કાલેદાયી, શિલદાયી, સેવાદાયી વગેરે અન્ય ધર્મ–મતમાં આસ્થા ધરાવનાર ગૃહસ્થ રહેતા હતા. તેઓ તત્ત્વચર્ચાના રસિયા અને સત્યના જિજ્ઞાસુ હતા; અને, જ્યારે જ્યારે સમય મળે ત્યારે, વાર્તા-વિનોદ કરીને પિતાની જિજ્ઞાસાને પૂરી કરવા પ્રયત્ન કરતા. હમણું હમણાં તેઓમાં ભગવાન મહાવીરે સમજાવેલ પાંચ અસ્તિકાયની અને એમાંના ચાર અસ્તિકાય અજવરૂપ–જડ અને એક સજીવ હેવાની તેમ જ ચાર અસ્તિકાય અરૂપી અને એક રૂપી હોવાની વાતની ચર્ચા ચાલ્યા કરતી; પણ અંદર અંદરની ચર્ચાથી એમનું સમાધાન થતું નહીં.
તે વખતે રાજગૃહ નગરમાં મક્ક નામે એક શ્રાવક રહેતો હતે. એ શ્રમણ ભગવાન મહાવીરને ભક્ત અને ધર્મતત્વને જાણકાર હતે. કલેદાયી વગેરેએ એને પિતાની શંકા કહી અને મકે એનું સમાધાન પણ સારી રીતે કર્યું, છતાં કાલેદાયી વગેરેને એથી સંતોષ ન થયે.
ભગવાને મની વાતને યથાર્થ કહીને એની પ્રશંસા કરી અને ગૌતમના પ્રશ્નના જવાબમાં ભગવાને એના ઉજજવળ ભાવીનું કથન કરતાં કહ્યું : “ગૌતમ! મદ્રક મારી પાસે દીક્ષા તે નહીં લે, પણ શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરીને દેવગતિ પામશે અને અંતે પંચમ ગતિને–મોક્ષને પામશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org