________________
સત્ય પામ્યાને આનંદ
૧૨૧
-
~
ભગવાને વાત્સલ્યપૂર્વક ગૌતમને કહ્યું: “ગૌતમ! આનંદનું કથન સત્ય છે અને તમારું કહેવું છેટું છે. તમે જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી છે. એ દોષથી મુક્ત થવા તમારે આનંદની પાસે જઈને એમની ક્ષમા માગવી ઘટે! એમને મિચ્છા મિ દુક્ર કહે ઘટે.”
સત્ય સમજાઈ ગયું હતું, અને દોષનું દર્શન પણ થઈ ગયું હતું, પછી એનું નિવારણ કરવામાં વિલંબ કે ?
ગૌતમસ્વામી તરત જ આનંદની પાસે પહોંચ્યા અને પશ્ચાત્તાપભરી વાણીમાં લાગણીભીના સ્વરે બેલ્યાઃ “આનંદ, તમે સાચા છે અને હું બેટો છું! આ ભૂલ માટે હું તમારી ક્ષમા માગું છું.”
આનંદ ગૃહપતિ આવા મેટા જ્ઞાની ગુરુની આવી નમ્રતા, સરળતા અને સત્યપરાયણતા જોઈને ગદગદ થઈ ગયા. તેઓ ગુરુ ગૌતમને અભિનંદી રહ્યા અને શ્રમણ ભગવાનના ધર્મશાસનને પ્રશંસી રહ્યાઃ ધન્ય પ્રભુ ! ધન્ય આપનું શાસન !
ગુરુ ગૌતમસ્વામીનું અંતર ભગવાન તરફની કૃતજ્ઞતાથી ગદ્દગદ બની ગયું. એમનું રામ રામ જાણે ગુંજતું હતું : કરુણાસાગર ભગવાન ! પક્ષપાત રહિત બનીને અને સત્યનું દર્શન કરાવીને ખરે બચાવી લીધે આ સેવકને સંસારસાગરમાં ડૂબતો! ભલે કર્યો ઉપકાર સ્વામી !
એમનું ચિત્ત સત્ય પામ્યાને આલાદ અનુભવી રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org