SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સાચુ મુનિપણુ વીતી ગયેલા પ્રસંગની એક વાત જાણવા જેવી છે. ગૌતમસ્વામીએ અષ્ટાપદ્મની યાત્રા કરી અને ત્યાંની ધર્મપઢામાં દેવ, અસુર અને વિદ્યાધરાને ધર્માંપદેશ આપ્યા. આ ધમ પદામાં વૈશ્રમણ દેવ (કુબેર) પણ હાજર હતા. ગૌતમસ્વામીએ મુનિએનું સ્વરૂપ સહજપણે સમજાવતાં કહ્યું “ મુનિભગવંતા લૂખા-સૂકા, વચ્ચે-ઘટયો, રસ-સ વગરના : આહાર લેતા હાય છે, તેથી એમનાં શરીર દુ`ળ અને શિથિલ થઈ જાય છે, અને તેએ અંદરના આત્મબળ વડે જ જીવતા, વિચરતા અને સાધુધમ નું પાલન કરતા હેાય છે. તે શરીરની માયા-મમતા અને આળપ ́પાળથી મુક્ત અને આત્મભાવના જ -રક્ષક હાય છે.”૨ ગૌતમસ્વામી તપસ્વી હતા. એ ઉપવાસ (છ)ના પારણે એ ઉપવાસ જેવી તપસ્યા કરતા રહેતા હતા, સદા અપ્રમત્ત રહીને તપ અને સંયમની સાધના કરતા હતા અને કાયાની માયાથી મુક્ત રહીને, દેહને દાપુ આપવા ખાતર જ, લૂખા-સૂકા,-રસ-કસ વગરના સાદો નિર્દોષ અાહાર લેતા હતા. છતાં, યેાગસાધના, પ્રસન્ન-સરળ સ્વભાવ અને જાગતી પુણ્યપ્રકૃતિના મળે, એમનામાં એવી દિવ્યતા પ્રગટી હતી કે જેથી, મુનિધમ નું પૂરેપૂરું પાલન કરવા છતાં, તેએનું શરીર ભરાવદાર, પ્રભાવશાળી અને સૂર્યના જેવી કાંતિવાળું રહ્યું હતું. વૃદ્ધ ઉ ંમરના ઘસારા પશુ ત્યાં એછા દેખાતા હતા. એમની તંદુરસ્ત અને તેજસ્વી કાયાને જોઈ ને કોઈ ને પણ નવાઈ લાગ્યા વગર ન રહે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy