________________
ગુરુ ગૌતમસ્વામી જીતી લઉં છું; એને જીતવાથી મીજા ચાર જિતાઈ જાય છે; એ પાંચ ઉપરના વિજયથી મીજા પાંચ હારી જાય છે. અને પછી તે એવી શક્તિ જાગી ઊઠે છે કે અંદરના હુજારા દુશ્મને પણ મને કશી હાનિ કરી શકતા નથી.
વાતને! મમ ખુલ્લા કરતાં ગૌતમસ્વામીએ કહ્યું : પહેલાં હું મનને પરવશ પડેલા મારા આત્માને વંશમાં લાવું છું. એના ઉપર કાબૂ મળતાં ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાયરૂપ દુશ્મનેા નાસી જાય છે. અને આ પાંચના વિજયથી પંચેન્દ્રિયના ભાગાની વૃત્તિ ઉપર કાબૂ મેળવવા સહેલે થઈ જાય છે. અને, પછી તેા, કોઈ પણ દુશ્મન સતાવી શકતા નથી. આત્મવિજયને આ જ માગ છે.
કેશીકુમાર : આ દુનિયામાં કમ રૂપી અંધનેને (અને એનાં કારણેાને!) પાર નથી. છતાં આપ એ બંધનના ભારથી કેવી રીતે મુક્ત રહી શકે છે ?
ગૌતમ : રાગ, દ્વેષ, મેહ, પરિગ્રહ, સ્ત્રી-સ્વજના તરફની આસક્તિ એ ભયંકર અને સજ્જડ બંધના છે. એ મધને ને છેદીને હું મારા વિકાસ સાધતા મુક્ત રીતે વિચરું છું.
કેશીકુમાર : હું ગૌતમ ! હૃદયના ઊ ́ડાણમાં એક વેલ ઊગે છે. એને વિષ જેવાં ઝેરી ફળ બેસે છે. એ વિષવેલ કઈ અને આપે એને કેવી રીતે જડમૂળથી ઉખાડી નાખી ?
ગૌતમ હૃદયમાં ઊંડે ઊંડે ઘર કરીને રહેલી આશા-તૃષ્ણા એ જીવલેણ વિષવેલ છે; એનાં ફળ મેાક્ષની ભાવનાને ભરખી જાય એવાં ઝેરી હાય છે, એટલે એને પ્રતાપે જીવના સંસાર વધતા જ રહે છે અને આત્મા જન્મમરણના ચકરાવામાં નિરંતર દુઃખી થતા જ રહે છે. મેં' જિનેશ્વરના શાસનની આરાધના કરીને એ વિષવેલને મૂળમાંથી જ ઉખાડી નાખી છે. અને એનાથી મુક્ત અનીને હું સુખપૂવ ક રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org