________________
૭૪
ગુરુ ગૌતમસ્વામી - સુમંગલા એમનાં પત્ની. એ પણ શ્રેષ્ઠીના જેવાં જ ધર્મપરાયણ અને પરોપકારી. એમના પુત્રનું નામ મંગલાનંદ. એ જેમ માતાપિતાની મન દઈને સેવા કરતા અને આજ્ઞા ઉઠાવતે, તેમ દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ માટે પણ સદા તત્પર રહેતો. ધર્મભાવના એના રોમ રોમમાં પ્રસરી હતી.
એમના મકાનની પાસે સુધર્મા નામે એક શ્રાવક રહે. જેવું નામ એવા એના ગુણ. હંમેશાં ધર્મનું પાલન કરે અને ન્યાયનીતિથી પોતાનો વ્યવહાર ચલાવે. સ્વભાવ પણ ખૂબ સરળ અને ઉદાર.
મંગલ શેઠ અને સુધર્મા બંને મિત્રો. પર્વતિથિએ બંને સાથે જ ધર્મકરણી કરે, અને સારાં કામમાં સદાય સાથે ને સાથે જ રહે.
ક્યારેક મંગલ શ્રેષ્ઠી માંદા પડ્યા. ઘણું ઘણું ઉપચારે કર્યા પણ રેગ શાંત ન થયે. ભૂખ ન લાગે, ખાધું ન પચે અને દિવસે દિવસે અશક્તિ તે વધતી જ જાય. શાણા શ્રેષ્ઠીએ. સમજીને ઘરવ્યવહાર અને વેપાર-વણજને ભાર પોતાના પુત્રને સોંપી દીધે; અને પરિગ્રહ અને બ્રહ્મચર્યનો નિયમ લઈને પિતાના મનને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ રોગ તે વધતે જ ગયે. એક વાર વિચક્ષણ શ્રેષ્ઠી સમજી ગયા કે હવે અંત સમય નજીક જ છે, એટલે ધર્મનું જ શરણ લેવું ઘટે. અને એમણે આમરણ અનશનવ્રત સ્વીકારી લીધું.
ત્યારે ઉનાળાની ઋતુ હતી. ગરમી ઉત્તરોત્તર વધતી. જતી હતી. કુટુંબીજને અને શ્રાવક સુધર્મા ધર્મ સૂત્રો સંભળાવીને મંગલ શ્રેષ્ઠીના મનને સ્વસ્થ રાખવા સતત જાગતા રહેતા હતા. એક રાત્રે ગરમી અસહ્ય હતી અને મંગલ શ્રેષ્ઠીને કંઠ તરસથી સુકાવા લાગ્યું. એમનું ચિત્ત પાણી પાણીનું રટન કરીને પાણી. માટે ઝંખી રહ્યું. એ રાત જાણે વેરણ બની બેઠી.
કારી લીધુ.
જતી હલા, ઉનાળાની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org