________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
આર્ય ખપુત જીર્ણ પટ્ટાવલી પ્રમાણે તે જ સમયમાં એટલે વીરાત્ ૪૫૩ વર્ષે વિદ્યમાન હતા પણ તે ઉપરાંત એમ કહેવામાં આવે છે કે વર્ષ વીરાત્ ૪૮૪માં હતા એમ પ્રભાવકચરિત્ર’ આપે છે.
૪૮
શ્રી વીરમુક્તિતઃ શતચતુષ્ટયે ચતુરશિતિ સંયુક્તે । વર્ષાણાં સમજાયત સ શ્રીમાનાર્યખપુતગુરુઃ ।।૬-૭૭|| [આર્ય ખપુતે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી હતી.]
વીરાત્ ૪૬૭માં વર્ષમાં આર્ય મંગુ, વૃદ્ધવાદી અને પાદલિપ્ત વિદ્યમાન હતા. તે જ સમયમાં ‘કલ્યાણમંદિરસ્તવ'ના કર્તા અને વિક્રમાદિત્યને જૈન ધર્મમાં લાવનાર સિદ્ધસેન દિવાકર વિદ્યમાન હતા (વીરાત્ ૪૭૦). અહીં પ્રાકૃત ગાથાઓ આપે છે. આ પ્રો. બલ્લરે ઇં.ઍ., વૉ.૨, પૃ.૩૬૨માં (શ્લોક ૩માં ‘નહવાહણ’ને બદલે ‘નહવાણ’ વાંચવું) ટાંકી છે. બૃહદ્-ગચ્છની એક ગુર્વાવલીમાં નીચેની બે ગાથાઓ ઉમેરી છે ઃ સુન્નભુણિવયજુતા ૪૭૦ જિણકલા વિક્કામો વિરસ સઠ્ઠી ।।૬૦।।
ધમ્માઇો ચાલીસ ૪૦ ગાઇલ પણવીસ ૨૫ નાહડે અઠ્ઠ ૮ ।। ઇક્કમિ ૩ વાસસએ ગયંમિ પણતીસ વચ્છરદિએ ૧૩૫ | વિક્કમકાલાઉ સાગા ણ વચ્છરો પુણ વિ સંજાઓ ।।
[જ્ઞાની અને ધ્યાની આર્ય મંગુ વી૨ સં.૪૫૪માં વાચનાચાર્ય થયા હતા. પાદલિપ્તસૂરિ અને સિદ્ધસેન દિવાકર માટે જુઓ ખરતર, પટ્ટાવલી ૬.૧૫ને અનુષંગે.] ૧૧. દિત્ર
:
દિત્રના એક શિષ્ય શાંતિશ્રેણિક કે જેનાથી ઉચ્ચ નાગરી શાખા નીકળી, અને બીજા સિંહગિરિ.
૧૨. સિંહગિરિ :
આર્ય સિંહગિરિના પાંચ સ્થવિર શિષ્ય ઃ (૧) સ્થવિર ધનગિરિ (જુઓ પિર. પર્વ, સર્ગ ૧૨), (૨) સ્થવિર આર્ય વજ્રસ્વામી - તેમાંથી વયરી શાખા નીકળી, (૩) સ્થવિર આર્ય સમિત તેમાંથી બ્રહ્મદીપિકા શાખા નીકળી, (૪) સ્થવિર અહિદિત્ર અને (૫) સ્થવિર આર્ય શાંતિશ્રેણિક તેમાંથી ઉચ્ચનાગરી શાખા નીકળી. તે શાંતિશ્રેણિકના ચાર શિષ્ય નામે આર્ય શ્રેણિક કે જેમાંથી આર્યશ્રેણિક શાખા નીકળી, આર્ય તાપસ કે જેમાંથી આર્ય તાપસી શાખા નીકળી, આર્ય કુબેર કે જેમાંથી આર્ય કુબેરી શાખાઃ નીકળી, અને આર્ય ઋષિપાલિત કે જેમાંથી આર્ય ઋષિપાલિત શાખા નીકળી. કલ્પસૂત્રપટ્ટાવલી જુઓ. – જૈન મતવૃક્ષ.
[જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૫.]
૧૩. વજ્ર : જન્મ વીરાટ્ ૪૯૬, સ્વર્ગવાસ વીરાત્રે ૫૮૪, વગેરે ખરતર. પટ્ટાવલી ક્ર.૧૬ જુઓ.
તંત્ર શ્રી વીરાત્ ૫૩૩ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિણા શ્રીભદ્રગુપ્તાચાર્યો
૧. જુઓ કલ્પસૂત્રપટ્ટાવલી.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org