SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૪૫. ઇતિ સંઘોપરોધેન શ્રીયંભવસૂરિભિઃ | દશવૈકાલિકગ્રન્થો ન સંવત્રે મહાત્મભિઃ ||૪|| (હેમચંદ્ર, પરિશિષ્ટપર્વ પ, ૮૬, ૧૦૩-પ.) જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.પ.] ૫. યશોભદ્ર' : જુિઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૬.] ૬. સભૂતવિજય અને ભદ્રબાહુઃ ઉભાવપિ ષષ્ઠપટ્ટધરી. સંભૂતિવિજયના બાર સ્થવિર – ૧. સ્થવિર નંદનભદ્ર, ૨. ઉપનંદ, ૩. તીશભદ્ર, ૪. યશોભદ્ર, ૫. સુમનભદ્ર, ૬. ગણિભદ્ર, ૭. પૂર્ણભદ્ર, ૮. સ્થૂલભદ્ર, ૯. ઋજુમતિ, ૧૦. જંબૂ, ૧૧. દીભદ્ર અને ૧૨. પાંડુભદ્ર. સ્થવિર (ચેર) એટલે મહા આચાર્ય. - જૈન મતવૃક્ષ. ભદ્રબાહુના પ્રથમ શિષ્ય ગોદાસથી ગોદાસ નામનો ગચ્છ નીકળ્યો. તે ગચ્છની ચાર શાખાઓ (૧) તામલિમિ, (૨) કોટિવર્ષિકા, (૩) પાંડવદ્ધનિકો અને (૪) દાસી-ખર્પાટિકા નીકળી. ભદ્રબાહુના બીજા શિષ્યો (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) સ્થવિર યજ્ઞદત્ત, (૪) સ્થવિર સોમદત્ત. – જૈન મતવૃક્ષ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૭-૮.] ૭. સ્થૂલભદ્ર: અહીંયાં ખરતરગચ્છ પટ્ટાવલીમાં આપેલ કાલથી જરાક ભિન્ન વર્ષો જોવામાં આવે છે. તેઓ ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વતી તરીકે ૨૪ અને યુગપ્રધાન તરીકે ૪૫ વર્ષ રહ્યા. સ્વર્ગગમન વીરાત્ ૨૧૫ વર્ષે ૯૯ વર્ષની વયે થયું. (આ જ વર્ષમાં નવમા નન્દનો વધ ચંદ્રગુપ્ત કર્યો હતો.) પરંતુ આની સાથે ખરતરગચ્છ પટ્ટાવલીમાં આપેલ વર્ષો પણ બતાવ્યાં છે. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૯.] ૮. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ : (બંને ગુરુભ્રાતા.) આમાંથી પહેલા, ગૃહસ્થી તરીકે ૩૦ વર્ષ, વ્રતમાં ૪૦, યુગપ્રધાન તરીકે ૩૦ એટલે બધાં મળી ૧૦૦ વર્ષ જીવ્યા. બીજા, ગૃહસ્થ તરીકે વર્ષ ૩૦, વતી તરીકે ૨૪ અને યુગપ્રધાન તરીકે ૪૬ બધાં મળી ૧૦૦ વર્ષ જીવ્યા અને વરાત્ ૨૯૧ વર્ષે સ્વર્ગ પામ્યા. પટ્ટાવેલીના કર્તા નીચેની વાતની અશક્યતા પર ધ્યાન ખેંચે છે. - યદ્યપિ શ્રીસ્થૂલભદ્રસ્ય ૨૧૫ વર્ષે સ્વર્ગો ગુર્વાવલ્યનુસારણોક્તઃ શ્રી મહાગિરિસુહસ્તિની ત્રિશદ્ધર્ષગૃહસ્થપર્યાયાવપિ શતવર્ષજીવિની દુષ્યમાસંઘપ. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ પ-૬. ૬. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૮. ૭. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૬ અને ૯ તથા આવશ્યક સૂત્ર. ૮. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, ૯, ૧૦. ૯. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy