________________
ખરતરગચ્છની પટ્ટાવલી
વિહરમાન શ્રીમંધ૨સ્વામિ, સો ધાવિ આવ્યઉ શિર નામિ, ગૌતમ પ્રતઈ વીરઇ ઉપદિસ્યઉં, સૂરિમંત્ર સૂધઉ જિન કહ્યઉં. ૩ શ્રી સીમંધર કહઇ દેવતા, ધૂરિ જિન નામ દેજ્યો થાપતાં, તાસ પટ્ટિ જિનેશ્વરસૂરિ, નામઇં દુઃખ વલી જાઈ રિ. પાટણ નયર દુર્લભરાય યદા, વાદ હૂઓ મઢપતિ સ્યું તદા, સંવત દસ અસીમંઇ વલી, ખરતર બીરદ દીયઇ નિ રલી, ચઉથઇ પટ્ટિ જિનચંદ સૂરિંદ, અભયદેવ પંચમઇ મુણિંદ, નવંગિ વૃત્તિ પાસ થંભણઉ, પ્રગટ્યો રોગ ગયુ તનુ તણઉ. શ્રી જિનવલ્લભ છઠઈ જાણી, ક્રિયાવંત ગુણ અધિક વખાણી, શ્રી જિનદત્તસૂરિ સાતમઇ, ચોસિઠ જોગણી જસુ પય નમઇ. બાવન વીર નદી વલી પંચ, માણભદ્ર સ્યું થાપી સંચ, વ્યંતર બીજ મનાવી આણ, શૂભ અજમેર સોહઇ જિમ ભાણ. ૮ શ્રી જિનચંદ્રસૂરિ આઠમઇ, નરમણિધારક દીલ્લી તપઇ, તાસ સિસ જિનપતિ સૂરિંદ, નવમઇ ટ્ટિ નમું સુખકંદ. જિનપ્રબોધ જિનેશ્વરસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ યશ પૂર, વંદું શ્રી જિનકુશલ મુણિંદ, કામકુંભ સુરતરુ મણિકંદ. ચઉદ સમઇ જિનપદ્મ સૂરિસ, લબ્ધિસૂરિ જિનચંદ્ર મુનીસ, સતર સમઇ જિનોદયસૂરિ, શ્રી જિનરાજસૂર ગુણભૂર. પાટિ પ્રભાકર મુકુટ સમાણ, શ્રી જિનવર્દનસૂરિ સુજાણ, શીલઈ સુદરસણ જંબુકુમાર, જસુ મહિમા નિવે લાભઈ પાર. ૧૨ શ્રી જિનચંદ્રસૂરિ વીસમઇ, સમતા સમર ઇંદ્રી દમઇ, વંદો શ્રી જિનસાગરસૂરિ, જાસ પસાઇ વિઘન વિ દૂર. ચઉરાસી પ્રતિષ્ઠા કીદ્ધ, અમ્હમદાબાદ શૂભ સુપ્રસિદ્ધ, તાસુ પદઈ જિનસુંદરસૂરિ, શ્રી જિનહર્ષસૂરિ સુય પૂર. પંચવીસમઇ જિનચંદ્ર સૂરિંદ, તેજ કિરનઇ જાણઇ ચંદ, શ્રી જિનશીલસૂરિ ભાવઇ નમો, સંકટ વિકટ થકી ઉપસમઉ. ૧૫ શ્રી જિનકીર્તિસૂરિ સૂરીસ, જગ થલઉ જસુ કરઠે પ્રશંસ, શ્રી જિનસિંહસૂરિ તસુ પટ્ટઇ ભણું, ધન આવઇ સમચંતા ઘણું. ૧૬ વર્તમાન વંદો ગુરુપાય, શ્રી જિનચંદ સૂરિસર રાય, જિનશાસન ઉદયો એ ભાણ, વાદીભંજણ સિંઘ સમાણ. એ ખરતર-ગુરુ-પટ્ટાવલી, કીધી ચઉપઇ મનિન રલી, ઓગણત્રીસ એ ગુરુનાં નામ, લેતાં મનવંછિત થાએ કામ. પ્રહ ઊઠી નરનારી જેહ, ભણઇ ગુણઈ ઋદ્ધિ પામઈ તેહ, રાજસુંદર મુણિવર ઇમ ભણઈ, સંઘ સહૂનઇ આણંદ ક૨ઈ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
૪
૫
७
૯
૧૦
૧૧
૧૩
૧૪
૧૭
૧૮
૩૫
www.jainelibrary.org