SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી - ૨૦૯ પાંચ યોજનમાં આવેલાં ગામોમાં એવું કોઈ નહીં હોય કે જે વંદના કરવા આવ્યું નહીં હોય. મૃત્યુ કોઈ ન જાણે અને આ સૂરિએ જાણી જણાવ્યું તેથી લોકોએ મૃત્યુમહોત્સવ કરવાનું આદર્યું. છ દિવસ સુધીમાં એકવીસ મંડપવાળું વિમાન બંધાવી તેમાં સૂરિશરીર રાખ્યું. સ્ત્રીઓના હલ્લીસકથી અને સ્થાને સ્થાને દાંડિયારાસથી વાદિત્ર આદિ સહિત પુરમાં થઈને વિમાનને કાઢવામાં આવ્યું. શ્રાવકો ખાંધ દેતા ગયા. ચંદન અગર કપૂરથી અગ્નિસંસ્કાર કર્યો. એ રીતે સં.૧૩૭૬ના ચૈત્ર સુદ ૧૩ને દિને સૂરિ સ્વર્ગે ગયા. (૬૯૭). બીજી: સં.૧૩૩૦માં. ચીચટ ગોત્રે ઉબરરાયે સ્થાપેલા આબુની તળેટીમાં આવેલા વરણી નામના સુંદર નગરમાંથી શા દેશલે શત્રુંજય આદિ સાત તીર્થમાં ચૌદ કોટિ દ્રવ્યના ખર્ચે ચૌદ યાત્રા ચૌદ વાર કરી. પ્રથમ દેવગુપ્તસૂરિ અને તેમના પટ્ટધર સિદ્ધસૂરિ પ્રમુખ સમગ્ર સુવિહિત સૂરિના હસ્તે દેશલને “સંઘપતિ’ તિલક કરાવ્યું. કહ્યું છે કે શ્રીદેશલઃ સુકૃતપેશલવિતકોટિચંચશ્ચતુર્દશજગન્જનિતાવદાતઃ | શત્રુંજયપ્રમુખવિકૃતસતતીર્થ યાત્રા ચર્તુદશ ચકાર મહામહેન !! તેના પુત્રો સમરા અને સહજાએ વિમલવસતિનો ઉદ્ધાર સં.૧૩૭૧માં કર્યો તથા બીજી પણ તીર્થયાત્રા કરી સંઘપતિનું પદ લીધું એમ ઉપદેશરસાલમાં કહ્યું છે. શા દેશલે પાલણપુરમાં સિદ્ધસૂરિનો પદમહોત્સવ કર્યો. તે સૂરિએ સમરાના આગ્રહથી શત્રુંજય પર છઠ્ઠો ઉદ્ધાર કરી આદિનાથની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા સં. ૧૩૭૧ માઘ સુદ ૧૪ સોમવાર. સ્વ. ૧૩૭૬ ચૈત્ર સુદ ૧૪ પાટણ લેખ સં. ૧૩૪૫-૪૬, ના.૩; સં. ૧૩૫૬-૭૩, બુ. ૨. બીજી ઃ ૬૭. કક્ક. કક્કસૂરિ : હવે કક્કસૂરિ સાંપ્રત ગચ્છને પાલતા હવા. એ સૂરિએ શ્રી નાભેયજિનના પ્રાસાદમાં સ્વેચ્છાએ આચ્છાદિત લેપ્યમૂર્તિને પુનઃ નિર્માપિત કરાવી સ્થાપી. પછી ગુરુના કહેવાથી સોપારક અને કુણગમાં સંઘ સહિત જઈને ઉન્નતિ પ્રાપ્ત કરી. એમની કૃપાથી નરપતિએ સંઘપતિપદ પોતાના બંધુ સીધર સાથે પ્રાપ્ત કર્યું, તેમજ નરપાલ સાધુ (શાહ) સંઘાધિપત્ય પ્રાપ્ત કર્યું ને તેના ભાઈ કાલૂ નામનાએ ભૂપતિઓનાં મન રંજિત કર્યા. એના હસ્તસ્પર્શથી સાધુ જૂએ સંઘાધિપત્યની પ્રાપ્તિ કરી તથા વેસટ ગોત્રના દેવપત્તનમાં રહેલા છાડાએ ઢિલ્લી (દિલ્લી)ના સ્વામીએ પોતાના કામ માટે બોલાવેલા છતાં હસ્તિનાગપુર અને મથુરાનાં તીર્થોમાં યાત્રોત્સવ કર્યો અને એના આરાધનથી તિલંગ દેશમાં છ લાખ બંદીવાનોને છોડાવી સમરસિંહે દેશમાં પ્રભુતા મેળવી. (૭૦૫). એવા સર્વે ગચ્છમાં ગૌરવશાલી ગચ્છનાયક કક્કસૂરિ (આ ‘ઉપકેશગચ્છપ્રબંધીના કિર્તા) હાલ વિજયવંતા વર્તે છે. તે રત્નપ્રભસૂરિથી યથાક્રમ ૬૭મા સ્થાને થયા. એના ગણમાં પ્રાયઃ અઢારે ગોત્રના શ્રાદ્ધો છે. તે સર્વેની ગોત્રદેવી સચ્ચિકા સ્વીકારાયેલ છે. કોટકમાં પ્રબોધેલા બાર ગોત્રો થયા તેની ગોત્રદેવી તરીકે ચકેશ્વરી દેવી સદા પૂજાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy