SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ કરી દરેક નગરમાં જતાં તેના સ્વામીઓ સામા આવ્યા અને સોમેશપુરમાં પ્રવેશ કરી તેં તારી કીર્તિ વધારી.' ત્યાં ઘણું દાન દઈ અષ્ટાલિકા-ઉત્સવ કરી જિનચૈત્યમાં જિનપૂજા અને સોમેશ્વરદેવના મંદિરમાં તે દેવની પૂજા કરી. (૬૫૨) પછી સંઘ દ્વીપ (દીવ) ગયો. ત્યાંનો રાજા મૂલરાજ હતો. તેણે જલમાર્ગમાં હોડીઓની સગવડ કરી અને નાવ ૫૨ સાદડીઓ મૂકી તે પર દેવાલય રાખી શહેરમાં સંઘને લઈ ગયો; ત્યાં પણ અષ્ટાલિકા-મહોત્સવ કર્યો પછી સંઘપતિ પુનઃ શત્રુંજય આવ્યો. (૬૫૫) ૨૦૮ આ બાજુ એમ થયું કે સિદ્ધસૂરિ કિંચિત્ રોગથી બાધા પામતા જીર્ણદુર્ગમાં રહ્યા. સંઘે કહ્યું કે આયુષ્યની ખબર નથી તો કોઈ શિષ્યને સૂરિમંત્ર આપો. ત્યારે ગુરુએ કહ્યું કે પાંચ વર્ષ એક માસ અને નવ દિન હજુ મારું આયુષ્ય છે ને હું સૂરને કર્યા વગર દેહમુક્તિ નહીં કરું. સંઘે ફરીથી વિનતિ કરી કે સ્થાવર તીર્થ સ્થાપ્યું, હવે જંગમ તીર્થ કૃપા કરી સ્થાપો. એટલે સિદ્ધસૂરિએ તે વિજ્ઞપ્તિ માન્ય રાખી. મેરિગિર નામના શિષ્યને સૂરિપદ સં.૧૩૭૧ના ફાલ્ગુન શુક્લ પંચમીએ આપી તેમનું કક્કસૂરિ નામ રાખ્યું. ત્યાં પાંચ દિન ઉત્સવપુરઃસર રહી પછી ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુંજ જઈ મળ્યા. (૬૬૫) શત્રુંજય મહાતીર્થની પુનર્યાત્રા કરી સંઘપતિ દેશલ ગુરુ સાથે અનુક્રમે શ્રીપત્તન આવ્યો; કુલ ૨૭ લક્ષ ને ૭૦ હજા૨ તીર્થોદ્વારમાં સંઘપતિ દેશલે ખર્ચ્યા. ફરી વાર સં.૧૩૭૫માં દેશલે સાત સંઘપતિઓ તથા ગુરુ સાથે મોટાં સર્વ તીર્થોની બે વાર યાત્રા કરી. તેમાં બે હજાર માણસો હતાં. (૬૬૯) સિદ્ધસૂરિએ ત્રણ માસ જેટલું આયુષ્ય બાકી જાણી દેશલને કહ્યું કે ‘તમારું આયુષ્ય પણ હવે એક માસનું છે. તો હું ઊકેશપુર જઈ કક્કસૂરિને મુખ્ય ચતુષ્ટિકામાં શાંતિથી સ્થાપીશ. તમને જો ઇચ્છા હોય તો હમણાં જ ચાલો, કારણકે તે દેવનિર્મિત વીર પ્રભુનું ઉત્તમ તીર્થ છે.' પછી દેશલ સાધુ ને મેળવેલા સંઘ સહિત સિદ્ધસૂરિએ ઊકેશપુર પ્રત્યે પ્રયાણ કર્યું. રસ્તામાં દેશલ સ્વર્ગસ્થ થયો. સિદ્ધસૂરિએ માઘ પૂર્ણિમા દિને મુખ્ય સ્થાને સ્વહસ્તે કક્કસૂરિને સ્થાપ્યા. ત્યારે મુનિરત્નને ઉપાધ્યાયનું, શ્રીકુમાર અને સોમેન્દુને વાચનાચાર્યનું પદ આપ્યું. દેશલના પુત્ર સહજે વીરની મૂર્તિનો સ્નાત્રાભિષેક અઢાર ગોત્રવાળાને સાથે રાખી કર્યો, અખંડ અન્નસત્રો ખોલ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહ્નિકા-ઉત્સવ કરી સૂરિ લવર્ધિકા (ફ્લોધી) સહજ સાથે ગયા. ત્યાં પાર્થ પ્રભુને વાંઘા. પછી પત્તનપુર (પાટણ) સંઘ સહિત સૂરિજી આવ્યા. પોતાનું એક માસ આયુષ્ય બાકી જાણી સિદ્ધસૂરિએ કક્કસૂરિને બોલાવી તે જણાવ્યું ને કહ્યું કે આઠ દિન બાકી રહે એટલે સંઘને ખમાવી મને અનશન આપવું. અનશન આપવા કહેતાં કક્કસૂરિએ અનશન આપ્યું નહીં એટલે ગુરુએ પોતે બે અપવાસ કર્યા, અને અનશન ગ્રહણ કર્યું. તે છ દિન પછી કહેલા દિને સહજ પ્રમુખ ભક્તિમાન શ્રાવકોએ મૃત્યુમહોત્સવ કર્યો. ચાર વર્ણોના દરેક બાલ યુવા વૃદ્ધ વંદનાર્થે આવ્યા. આસપાસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy