________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
૧૪૭
એમની પસંદગી થઈ હતી. એ આગમના વિશિષ્ટ વ્યાખ્યાતા હતા. એમણે કેટલાંક સૂત્રોના સંપાદન ને હિંદી અનુવાદનું કામ કરેલ છે અને “જેનાગમોમેં અષ્ટાંગયોગ આદિ પચાસેક ગ્રંથોનું નિર્માણ કરેલ છે. એમને “સાહિત્યરત્ન” તથા “જેનાગમરત્નાકરની પદવીઓ આપવામાં આવેલી.]
ધર્મદાસજીની પરંપરા ૧. ધર્મદાસજી : તેમણે પણ સ્વતંત્રપણે કાર્ય લીધું. મૂળ સરખેજના ભાવસાર, પિતા જીવણ કાલીદાસ, માતા ડાહીબાઈ. ૧૬ વર્ષની વયે સં.૧૭૧૬ આસો શુદિ ૧૧ દિને અમદાવાદમાં સ્વયં દીક્ષા લીધી. ધારાનગરીમાં સં.૧૭૫૯ આષાઢ સુદ પને દિને પ૯ વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ થયા.
તેમના ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો ભિન્નભિન્ન ૨૨ ભાગમાં વહેંચાયા ને તે ૨૨ ટોળાં'ના નામથી પ્રસિદ્ધ થયા. તેમાં ૧૭ બંધ પડ્યા ને પ અસ્તિત્વ ધરાવે છે. તે પાંચ, ધર્મદાસજીના પાંચ શિષ્ય નામે મૂળચંદજી, ધનાજી, છોટા પૃથ્વીરાજજી, મનોરદાસજી ને રામચન્દ્રજીથી ચાલ્યા.
ધર્મદાસજીને આઠેક વર્ષની ઉંમરે કેશવજી પક્ષના લોંકાગચ્છીય યતિ તેજસિંહ (મુખ્ય પટ્ટાવલી ક.૧૬)નું વ્યાખ્યાન સાંભળીને ધર્મનો રંગ લાગેલો અને પછી સૂત્રસિદ્ધાંત આદિનો અભ્યાસ કરેલો. યતિઓના વૈભવી જીવનથી તો એમને અરુચિ થઈ. કલ્યાણજી નામના એક એકલપાતરિયા શ્રાવકના સંસર્ગમાં એ આવેલા ને એનાથી સંતુષ્ટ થયેલા. લવજી ઋષિ અને ધર્મસિંહજીનો પણ એમને સમાગમ થયેલો, પરંતુ છેવટે ૧૭ જણા સાથે સ્વયંદીક્ષા જ લીધેલી. આચાર્યપદ સં. ૧૭૨૧ માઘ સુદ ૫ ઉજ્જૈનમાં.
- ધર્મદાસજી આ રીતે લોકાગચ્છના એક ધર્મસુધારક છે. ગુજરાતનો આજનો લોંકાગચ્છીય/સ્થાનકવાસી સાધુવર્ગ એમની પરંપરાનો જ મુખ્યત્વે છે.]
૨. મૂળચંદજી : અમદાવાદના દશા શ્રીમાળી વણિક. ૧૮ વર્ષની વયે દીક્ષા. આચાર્યપદ અમદાવાદમાં સં.૧૭૬૪ પોષ સુદ ૧૫. તેમના ૭ શિષ્યો ઃ ૧. ગુલાબચંદજી, ૨. પચાણજી, ૩. વનાજી, ૪. અંદરજી, પ. વણારસી, ૬. વિઠલજી, ૭. ઈચ્છાજી. પોતે ૮૧ વર્ષની ઉંમરે સં.૧૮૦૩માં અમદાવાદમાં સ્વર્ગવાસ કર્યો.
[મૂળચંદજી દીક્ષા સં.૧૭૨૩, સ્વ. સં. ૧૭૮૧ ને પચાણજી આચાર્યપદે સં.૧૭૮૨ એમ પણ મળે છે..
મૂલચન્દ્રજીના શિષ્ય પરિવારથી કાળક્રમે ગોંડલ સંઘાડો, બરવાળાનો સંઘાડો, ચુડાનો સંઘાડો, ધ્રાંગધ્રાનો સંઘાડો, કચ્છનો સંઘાડો, ઉદેપુરનો સંઘાડો, લીંબડી સંઘાડો - એમ જુદાજુદા સંઘાડા થયા. આમાં ગોંડલ અને લીંબડી સંઘાડાનો પરિવાર ઘણો વધ્યો ને હાલ વિચરે છે.
[૩. પચાણજીઃ દીક્ષા સં.૧૭૬૮, આચાર્યપદે સં.૧૭૮૨ (ચૈત્ર સુદ ૫) કે ૧૮૦૩. સ્વ. સં.૧૮૧૪ શ્રાવણ સુદ ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org