________________
૧૪૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
[સ્થા.] ખંભાત સંપ્રદાય ૩. કાનજી. ૪. તારાચંદજી. ૫. મંગળા ઋષિ. ૬. રણછોડજી. ૭. નાથાજી. ૮. બેચરદાસજી. ૯. (મોટા) માણેકચન્દ્રજી. ૧૦. હરખચંદજી. ૧૧. ભાણજી. ૧૨. ગિરધરજી. ૧૩. છગનલાલજી = સં.૧૯૯૧માં વિદ્યમાન.
[સ્થા.] પંજાબ સંપ્રદાય/હરદાસજીની પાટપરંપરા ૨. સોમજી. ૩. હરદાસજી. ૪. વિંદરાવનજી. ૫. ભવાનીદાસજી. ૬. મલુકચન્દ્રજી.
૭. મહાસિંઘજી : સં. ૧૮૬૧માં સંથારો કરી સ્વર્ગે ગયા. ૮. કુશાલચન્દ્રજી. ૯. છજમલજી. ૧૦. રામલાલજી.
૧૧. અમરસિંહજી : અમૃતસરનિવાસી, તાતડ ગોત્ર, ઓસવાલ વંશ, પિતા લાલા બુદ્ધસિંહજી, માતા કમદેવી, જન્મ સં.૧૮૬૨ વૈશાખ વદ ૨. દીક્ષા સં.૧૮૯૮(૯૯) વૈશાખ વદ ૨ દિલ્હીમાં, આચાર્યપદ સં. ૧૯૧૩ વૈશાખ વદ ૨ દિલ્હીમાં, સ્વ. સં.૧૯૧૩ વૈશાખ વદ ૮ અમૃતસરમાં.
૧૨. રામબક્ષજી : અલવરનિવાસી, લોહડા ગોત્ર, ઓશવાલ વંશ. દીક્ષા જયપુરમાં ૨૫ વર્ષની ઉંમરે, પૂજ્યપદવી સં. ૧૯૦૮ અસાડ કોટલા નગરમાં. સ્વ. સં. ૧૯૩૯(૩૮) જેઠ વદ ૯ (અસાડ સુદ ૨) સંથારાપૂર્વક.
૧૩. મોતીરામજીઃ પૂજ્યપદવી સં.૧૯૩૯ જેઠ સુદ ૧૧ કોટલામાં.
૧૪. સોહનલાલજી : સંબડિયાલાવાસી, ગદિયા ગોત્ર, ઓસવાલ વંશ, પિતા મથુરાદાસ, માતા લક્ષ્મીદેવી, જન્મ સં.૧૯૦૯, દીક્ષા અમૃતસરમાં સં.૧૯૩૩ માગશર શુદ ૫ સોમવાર, યુવરાજપદ સં.૧૯૫૧ ચૈત્ર વદ ૧૧, આચાર્યપદ સં.૧૯૫૮ માગશર સુદ ૯ ગુરુવાર પતિયાલામાં. સ્વ. . ૧૯૯૨ અમૃતસરમાં સંથારાપૂર્વક. - ૧૫. કાશીરામજી : ઓસવાળ, જન્મ પસરૂર જિ. સ્વાલકોટ, પિતા ગોવિન્દ શાહ, માતા રાધાદેવી, જન્મ સં. ૧૯૪૧ અસાડ વદ અમાસ, સોમવાર. દીક્ષા સં૧૯૬૦ માગશર વદ ૭ કાંદલામાં, યુવરાજપદ સં.૧૯૬૯ ફાગણ સુદ ૭(૬) અમૃતસરમાં, આચાર્યપદ સં. ૧૯૯૩ ફાગણ સુદ ૩ હોશિયારપુરમાં, સ્વ. સં. ૨૦૦૨ જેઠ વદ ૮ અંબાલામાં.
૧૬. આત્મારામજીઃ પંજાબના રાહોનગરવાસી ચોપડાગોત્રીય ક્ષત્રિય મનસારામ પિતા, પરમેશ્વરી માતા, જન્મ સં. ૧૯૩૯ ભાદરવા સુદ ૧૨. દીક્ષા સં.૧૯૫૯(૫૧) અસાડ સુદ ૫ છત બનૂડ ગામમાં ગણપતરામ (શાલિગરામ) પાસે, ઉપાધ્યાયપદ સં.૧૯૬૮(૬૯), કાશીરામજીના સ્વર્ગવાસ પછી સં.૨૦૦૩માં આચાર્યપદ. સ્વ. સં.૨૦૧૮ મહા વદ ૯.
સં. ૨૦૦૯ના સાદડી સંમેલનમાં સ્થાનકવાસી શ્રમણ સંઘના આચાર્ય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org