SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ના.૨. જિયકીર્તિનું જન્મનામ દેવકુમાર. સ્વર્ગવાસ પાટણમાં. એમણે ઉત્તરાધ્યયન, ક્ષેત્રસમાસ તથા સંગ્રહણી ગ્રંથો પર ટીકા તથા “પાર્શ્વદેવસ્તવન' રચેલ છે. એમના શિષ્ય ઉપાધ્યાય લાવણ્યકીર્તિથી કીર્તિ શાખા ઉદ્ભવી છે.] પ૯. જયકેસરી : પાંચાલદેશે શ્રી થાનનગરે શ્રીમાલી દેવસિંહ શેઠ પિતા, લાખણદે માતા, જન્મ સં.૧૪૬૧, મૂળ નામ ધનરાજ. દીક્ષા સં.૧૪૭૫, આચાર્યપદ ૧૪૯૪, ગચ્છનાયકપદ ચાંપાનેરમાં ૧૫૦૧, સ્વ. ૮૧ વર્ષની ઉંમરે, ૧૫૪૨. તેમણે અનેક ચમત્કાર કર્યા છે. પ્રતિષ્ઠાલેખ સં.૧૫૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧૩-૧૬-૧૭-૧૮-૨૦-૨૨-૨૪ -૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૬, બુ.૧; ૧૫૦૪-૦૮-૧૨-૧૩–૧૭-૨૦-૨૧-૨૨ -૨૭-૨૮-૨૯-૩૧, બુ.૨; ૧૫૦૩-૦૭-૦૯-૨૨-૨૩-૩૦-૩૧-૩ર-૩૯, ના.૧; ૧૫૦પ-૦૯-૧૩-૧પ-૨૩-૨૪-૨૭-૨૮-૨૯-૩૦, ના. ૨. વિધારે સાધનો જન્મવર્ષ ૧૪૭૧ આપે છે, ક્વચિત ૧૪૬૯ પણ મળે છે. સ્વર્ગવાસ સં. ૧૫૪૧ પોષ સુદ ૮ના રોજ ખંભાતમાં એમ વધારે સાધનો નોંધે છે અને તેથી ૭૨ વર્ષનું આયુષ્ય બતાવે છે.] ૬૦. સિદ્ધાંતસાગરઃ પાટણનગરે ઓસવાલ સોની જાવડ પિતા, પૂરલદે માતા, જન્મ સં.૧૫૦૬, મૂલનામ સોનપાલ. દીક્ષા ૧૫૧૨, આચાર્યપદ ૧૫૪૧, ગચ્છનાયકપદ ૧૫૪૨. સ્વ. પ૪ વર્ષની વયે સં.૧૫૬૦. પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૪૫-૪૭-૪૮-૪૯-૫૨-૫૩-૫૫, બુ.૧; ૧૫૪૨-૪૮પ૧-૫૩-૫૭-૬૦, બુ.૨; ૧૫૫૧, ના. ૧; ૧૫૪૫–૫૪-પ૫, ના.૨. [દીક્ષા પાટણમાં, સૂરિપદ અને ગચ્છનાયકપદ સં.૧૫૪૧ ફાગણ સુદ ૫ રાજનગર એટલે અમદાવાદમાં અને સ્વર્ગવાસ પાટણમાં એવી માહિતી પણ મળે છે. એમણે સં. ૧૫૪૧માં “ચતુર્વિશતિ જિન સ્તુતિ' રચેલ છે. આ સમયે ઉપાધ્યાય ભાવવધનથી વર્ધન શાખા, કમલરૂપથી કમલ શાખા અને ધનલાભથી લાભ શાખા ઉદ્દભવી.] ૬૧. ભાવસાગર : મારવાડ દેશે નરસાણી ગામે શ્રીમાલી વોરા સાંગા પિતા, સિંગારદે માતા, જન્મ સં.૧૫૧૦, મૂલનામ ભાવડ. દીક્ષા જયકેસરિસૂરિને હાથે ખંભાત બંદરે ૧પ૨૦, આચાર્ય ને ગચ્છશપદ માંડલ ગામમાં ૧પ૬૦. સ્વ. ૭૩ વર્ષની વયે, સં.૧૫૮૩. તેમના રાજ્યમાં વિનયહંસે સં.૧૫૭૨માં દશવૈકાલિક પર વૃત્તિ રચી. (જુઓ મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૧૬૮-૯). તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૫૬૦-૬૪-૬૫-૬૬-૬૭-૬૮, બુ.૧; ૧૫૬૦-૬૧૬૩-૮૧, બુ.૨; ૧૫૬૧-૬૫-૭૪-૭૬, ના.૧. [ગામ તરસાણી અને ભિન્નમાલ પણ નોંધાયેલ છે. અજ્ઞાતકર્તક “ભાવસાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy