________________
।
તપાગચ્છની પટ્ટાવલી
[મેરુતંગસૂરિનું જન્મનામ વસ્તિગકુમાર. દીક્ષા સં.૧૪૧૦માં લીધી હોવાનું વધારે સંભવિત. સૂરિપદ પાટણમાં. સ્વર્ગવાસવર્ષ ૧૪૭૦, ૧૪૭૧ ને ૧૪૭૩ તથા સ્વર્ગવાસસ્થળ ખંભાત, પાટણ ને જૂનાગઢ મળે છે, તેમાં એમના સ્વર્ગવાસ પછી થોડા સમયમાં જ એમના અજ્ઞાતનામ શિષ્ય રચેલ ‘મેરુનુંગસૂરિ રાસ'ની માહિતી વધારે આધારભૂત ગણાય. એ મુજબ સં.૧૪૭૧ના માગશર શુદ ૧૫ ને સોમવારે અનશન-આરાધનાપૂર્વક ને ઉત્તરાધ્યયનનું શ્રમણ કરતાં સ્વર્ગવાસ પામ્યા.
૧૨.
મૈરુત્તુંગ પ્રસિદ્ધ મંત્રવાદી હતા. એમણે વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ વગેરેનો અભ્યાસ કર્યો હતો. એમના ગ્રંથોની યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૨૨૦–૨૩. એમને નામે મળતી અંચલગચ્છની પટ્ટાવલી એમની રચના હોવાનું શંકાસ્પદ છે. એમાં અનેક સ્ખલનો છે. ખુદ મેરુતંગસૂરિએ રચેલ ‘શતપદીસારોદ્વાર’ની પ્રશસ્તિની હકીકતો સાથે એની હકીકતો મેળ ધરાવતી નથી ને સં.૧૪૩૮માં રચાયેલી પટ્ટાવલીમાં સં.૧૪૪૪ સુધીની ઘટનાઓનું વર્ણન છે.
જયશેખરસૂરિ મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિષ્યો – મુનિસુંદર, જયશેખર, મેરુત્તુંગ – માં વચેટ હતા. ખંભાતની રાજસભામાં કવિચક્રવર્તીનું બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર’ તરીકે ઓળખાવનાર આ સાધુકવિએ ‘પ્રબોચિન્તામણિ’ એ રૂપકગ્રન્થિકાવ્યને ‘ત્રિભુવનદીપકપ્રબંધ' એ નામે ગુજરાતીમાં ઉતાર્યું છે અને ગુજરાતીમાં અન્ય રચનાઓ પણ કરી છે. એમની કૃતિઓની યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૧૮૨-૮૪ તથા ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન). એમની કૃતિઓ સં.૧૪૩૬થી ૧૪૬૨નાં રચનાવર્ષો ધરાવે છે. એમણે ઘણા કવિશિષ્યો પણ નિપજાવ્યા છે.
માણિક્યસુંદરસૂરિ સં.૧૪૬૩માં કે તે પહેલાં ખંભાતમાં આચાર્યપદ પામ્યા હતા અને સં.૧૪૯૧માં શીલરત્નસૂરિએ રચેલ મેરુતુંગસૂકૃિત ‘જૈન મેઘદૂત' પરની ટીકાને સંશોધી હતી એટલે ત્યાં સુધી એ હયાત હતા. ‘મહાબલ મલયસુંદરી કથા' (સં.) ગુજરાતના રાજા શંખની રાજસભામાં રચાયેલી હતી તેથી એ રાજમાન્ય કવિ હતા એમ દેખાય છે. એમનું ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’ ગુજરાતી ભાષાની એક અનન્ય ગદ્યકથા છે. એમના ગ્રંથોની વિસ્તૃત યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૨૪૭-૪૮.]
૫૮. જયકીર્તિ : તિમિરપુરમાં શ્રીમાલી ભૂપાલ શેઠ પિતા, ભરમાદે માતા, જન્મ સં.૧૪૩૩. દીક્ષા ૧૪૪૪, સૂરિપદ ખંભાત બંદરે ૧૪૬૭, ગચ્છનાયકપદ પાટણમાં ૧૪૭૩, સ્વ. ૬૭ વર્ષની વયે સં.૧૫૦૦.
તેમના શિષ્ય શીલરત્નસૂરિએ મેરુડુંગના ‘મેઘદૂતકાવ્ય’ પર વૃત્તિ રચી સં.૧૪૯૧ ચૈત્ર વદ ૫ બુધ અણહિલપુર પાટણમાં. તેને ઉપરોક્ત માણિક્યસુંદરસૂરિએ સંશોધી. (જુઓ પિટર્સન, ત્રીજો રિપૉર્ટ, પૃ.૨૬૯-૫૦ તથા ઈ.ઍન્ટિ., વૉ.૧૯, પૃ.૩૬૬).
જયકીર્તિના પ્રતિષ્ઠાલેખ સં.૧૪૮૧-૮૭-૮૮-૯૩–૯૯-૧૫૦૩-૦૫, બુ.૧; ૧૪૭૩-૮૪-૮૭-૯૦-૯૧-૯૯, બુ.૨; ૧૪૮૧-૮૩, ના.૧૬ ૧૪૮૩-૯૦-૯૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org