________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૧૩
ઊભા રહ્યા છે અને અંજનશલાકા, પ્રતિષ્ઠા અને દીક્ષાના પ્રસંગો એમને હાથે જેટલા થયા છે એટલા વર્તમાન સમયમાં કોઈને હાથે થયા નથી. એમના પોતના ૧૧૭ શિષ્યો હતા અને એમણે પ્રશિષ્યો મળીને ૨૫૦થી વધુ મુનિઓને તથા પ00થી વધુ સાધ્વીઓને દીક્ષા આપી છે.
વિજયસંવિગ્ન શાખાની વિગતવાર પટ્ટાવલી માટે જુઓ “તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ.”
તપાગચ્છ વિમલ સંવિગ્ન શાખા પટ્ટાવલી વિમલ સંવિગ્ન શાખા ઋદ્ધિવિમલથી શરૂ થાય છે. પણ ઋદ્ધિવિમલની ગુરુપરંપરા વિશે અસ્પષ્ટતા છે. એમને કેટલેક સ્થાને આનંદવિમલના શિષ્ય કહ્યા છે, તે તો સમયની દષ્ટિએ અસંગત છે. નીચે છે તે પરંપરા પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ ભા.૧માંથી આપી છે. ત્યાં આનંદવિમલ-હર્ષવિમલગણિ-જયવિમલગણિ-કીર્તિવિમલગણિ એવી બીજી પરંપરા પણ આપી છે, જે જૈન ગૂર્જર કવિઓથી સમર્થિત થાય છે. હર્ષવિમલસૌભાગ્યવિમલ-ઋદ્ધિવિમલનું સમર્થન અન્યત્રથી થતું નથી. પ્રાચીન સ્તવન-રત્નસંગ્રહ ભા.૧માં બે હર્ષવિમલ જુદા હોય એમ સમજાય છે. પણ એ એક જ હોવા સંભવ છે. નીચે આપ્યો છે તે જયવિમલગુરુ હર્ષવિમલને નામે મળતો પરિચય છે.
૫૭. આનંદવિમલસૂરિ : જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી.
૫૮. હર્ષવિમલગણિ : એમનું અપરનામ દર્ભસિંહગણિ હતું. એમને નામે ‘બારવ્રત રાસ' (લ.સં.૧૬૧૦), “દિવાળી રાસ” તથા “વિક્રમરાસ” એ કૃતિઓ નોંધાયેલી છે. જ્ઞાનવિમલસૂરિ (તપા. વિમલ શાખા પટ્ટાવલી ક.૬૨) એમની શિષ્ય પરંપરામાં થયા.
૫૯. સોમવિમલગણિ.
૬૦. ષિવિમલગણિ : એમણે સં.૧૭૧૦માં પાલનપુર પાસે ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો ત્યારે કાશીથી આવેલા ઉપાધ્યાય યશોવિજયની એમને સહાય મળી હતી.
૬૧. કીર્તિવિમલગણિ? એમના એક શિષ્ય લક્ષ્મીવિમલ સં.૧૭૮૮ કે ૧૭૯૮માં આચાર્યપદ પામી વિબુધવિમલસૂરિ બનેલા (જુઓ તપા. વિમલ શાખા પટ્ટાવલી ક.૬૫).
૬૨. વિરવિમલગણિ.
૬૩. મહાદેવવિમલગણિ : એમનાં કેટલાંક સ્તવનો મળે છે, જેમાં એક સં.૧૮૮૮નું રચનાવર્ષ ધરાવે છે. (જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં.૧)
૬૪. પ્રમોદવિમલગણિ. ૬૫. મણિવિમલગણિ.
૬૬. ઉદ્યોતવિમલગણિ : એમનાં કેટલાંક સ્તવનો મળે છે, જેમાંનું એક સં.૧૮૮૭નું રચનાવર્ષ ધરાવે છે (જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં.૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org