SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ શી.મા. : શીલોપદેશમાળા, પ્રકા. જેન વિદ્યાશાળા, અમદાવાદ, સને ૧૯૦૦. [જયકીર્તિકૃત, સં.૧૦મી સદી આંકડા જે મૂક્યા છે તે “ઉપદેશપ્રાસાદનામના ગ્રંથ સિવાયના સંબંધે પૃષ્ઠ. સૂચવે છે. “ઉપદેશપ્રાસાદનું ભાષાંતર પાંચ ભાગમાં છપાયેલું બહાર પડ્યું છે, તેથી તેના ભાગ ૧માં સ્તંભ ૧થી ૪, ભાગ ૨માં તંભ પથી ૯, ભાગ ૩માં સ્તંભ ૧૦થી ૧૪, ભાગ ૪માં સ્તંભ ૧૫થી ૧૯ અને ભાગ પમાં સ્તંભ ૨૦થી ૨૪ છે. આ દરેક સ્તંભ જુદાજુદા વ્યાખ્યાનમાં વહેંચાયેલા છે, તેથી તે સ્તંભ અને વ્યાખ્યાન દર્શાવવા માટે બે આંકડા “ઉપદેશપ્રાસાદાના સંબંધે મૂકવામાં આવ્યા છે તેમાં પ્રથમ અક્કો સ્તંભ અને બીજો આંકડો વ્યાખ્યાન સૂચવે છે. દિશાઈએ પોતે આધાર તરીકે સ્વીકારેલા ગ્રંથોમાંથી બધાં ચરિત્રો લીધાં હશે કે કેમ એ વિશે શંકા રહે છે. જેમકે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં બધા તીર્થકરોનાં ચરિત્ર છે, જેમાંથી અહીં થોડાં જ નિશાયાં છે. એમણે ઉપયોગમાં લીધેલા ગ્રંથોમાં પરિશિષ્ટપર્વનો ઉલ્લેખ નથી, પણ નામસૂચિમાં એનો ક્વચિત્ સંદર્ભ અપાયો છે. અલબત્ત એમાં અનેક આચાર્યો વગેરેનાં ચરિત્ર છે તેનો અહીં નિર્દેશ નથી જ. કદાચ મધ્યકાલીન ગુજરાતી જૈન કથાસાહિત્યને ધ્યાનમાં રાખીને એના અભ્યાસમાં ઉપકારક ચરિત્રોની યાદી કરવાની એમની દષ્ટિ રહી હોય. આથી અહીં બહુ થોડા – ખાસ કરીને પ્રાચીન – ગ્રંથોમાંથી જ નાનકડી પૂર્તિ કરવાનું યોગ્ય માન્યું છે. અહીં જે ગ્રંથોમાંથી પૂર્તિ કરવામાં આવી છે તે તેના સંક્ષેપાક્ષર સાથે, નીચે પ્રમાણે છે : જ્ઞાતા. : જ્ઞાતાધર્મકથાંગસૂત્ર (હિન્દી અનુવાદ સહિત), સંપા. શોભાચંદ્ર ભારિલ, પ્રકા. શ્રી ત્રિલોકર સ્થાનકવાસી જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ, પાઘડી (અહમદનગર), ઈ.સ.૧૯૬૪. ઉત્તરા. : ઉત્તરાધ્યયનસૂત્ર, પ્રથમ તથા દ્વિતીય ભાગ, ભાષાન્તરક શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૧ તથા ૧૯૮૨ (આમાં લક્ષ્મીવલ્લભગણિ તથા ભાવવિજયની ટીકાઓનો લાભ લેવામાં આવ્યો છે.) ભગ. : ભગવતીસાર, સંપા. ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકા. જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, નવજીવન કાર્યાલય, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૮. આ ત્રણે આગમગ્રંથો છે. આગમગ્રંથો શ્રી મહાવીરે ઉપદેશેલ અને સુધર્મા સ્વામીએ શબ્દબદ્ધ કરેલ લેખાય છે. એ રીતે એનો સમય વિ.સં.પૂ.૪૭૦ આસપાસ ગણાય. પરંતુ આગમોનું અત્યારનું સ્વરૂપ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વીરાત્ ૯૮૦ (વિ.સં.પ૧૦)માં નિર્ણત કરેલું છે. ઉત્તરાધ્યયનસૂત્રની ભાવવિજયગણિની ટીકા વિ.સં. ૧૬૮૯માં અને લક્ષ્મીવલ્લભગણિની ટીકા વિ.સં. ૧૭૪૫ આસપાસમાં રચાયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy