SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનાયકોશ ૩૩૫ રામાયણ, મહાભારત, પુરાણો ઈત્યાદિ જનેતર ધર્મગ્રંથોમાં જે ચરિત્રો આવે છે તેનો ટૂંક સાર અક્ષરાનુક્રમ પ્રમાણે નામવાર સ્વર્ગસ્થ કવિવર્ય શ્રી નર્મદાશંકર લાલશંકરે પોતાના “નર્મકથાકોશ' એ નામના પુસ્તકમાં સુઘટિત રીતે આપેલ છે. એવી જ રીતે જૈન કથાઓનો કોશ એ જ ઢબમાં હજુ સુધી કોઈ પણ વિદ્વાન જૈન કે જૈન સંસ્થા તરફથી બહાર પડેલો નથી એ શોચનીય બીના છે. શા. ભીમશી માણેક તરફથી “જૈન કથા રત્ન કોશ” એ નામનાં પુસ્તકોના આઠદશ ભાગ બહાર પડ્યા છે, પણ તેમાં માત્ર અમુક ગ્રંથો કે રાસાઓ આપી તે અંગે જે કથાઓ આવે તે આપેલી છે. જૈન કથાઓનો કોશ થવાની ઘણી જરૂર છે, પણ અહીં તો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બની શકે તેટલા ગ્રંથોમાંથી કથાઓનાં ચરિત્રનાયકોનાં નામ પ્રમાણે ગોઠવી તે કથા તે પૈકી કયા ગ્રંથમાં જોવાથી મળી શકશે તેનું નામ ટૂંક અક્ષરમાં જણાવેલું છે. આટલું કર્યા પછી ભવિષ્યમાં કોઈ વિદ્વાન નીકળી આવશે કે જે નર્મકથાકોશ'ની પદ્ધતિ પર જૈન કથાકોશ ઘડી કાઢશે અને કોઈ જૈન સંસ્થા તેને બહાર પાડશે એવી હૃદયપૂર્વક આશા રાખીએ છીએ. આવાં અનેક ચરિત્રો પરથી રાસ, ચોપાઈ આદિનાં વસ્તુ ઘડાયાં છે તેથી તે ક્યાં ક્યાં આવ્યાં છે તેનાં સ્થાનો મળી શકે તે માટેનો આ અપૂર્ણ કોશ પણ ઉપયોગી થશે. આધાર માટે જે-જે પુસ્તકો મળી શક્યાં અને મારાથી જોવાયાં છે તેનાં ટૂંકા નામ મૂકવામાં આવ્યાં છે. તે નીચે પ્રમાણે છે : આ.પ્ર. : આત્મપ્રબોધ (ભાષાંતર), પ્રકા. જેન આત્માનંદ સભા, ભાવનગર. [જિનલાભસૂરિકૃત, સં.૧૮૩૩ 8.મં. : ઋષિમંડળવૃત્તિ (ભાષાંતર) પૂર્વાર્ધ, પ્રકા. જૈન વિદ્યાશાળા, અમદાવાદ, સં.૧૯૫૮. [શુભવર્ધનકૃત, સં. ૧૫૫ર આસ.] ઉ.મા. : ઉપદેશમાળા (ભાષાંતર), પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં.૧૯૬૧. [ધર્મદાસગણિકૃત, સંભવતઃ સં.ચોથી-પાંચમી સદી) ઉ.પ્ર.: ઉપદેશપ્રાસાદ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા. વિજયલક્ષ્મી સૂરિકૃત, સં.૧૯મી સદી]. ચ... : ચતુર્વિશતિપ્રબંધ (ભાષાંતર), પ્રકા. વડોદરા કેળવણી ખાતું. રિત્નશખર સૂરિકૃત, સં.૧૪૦૫] ત્રિ.શ.પુ. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (ભાષાંતર), પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા. હિમ ચંદ્રાચાર્યકૃત, સં. ૧૨૦૦ પછીના અરસામાં પ્ર.ચ. : પ્રભાવકચરિત્રમ્ (સંસ્કૃત મૂળ), પ્રક. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ. પ્રિભાચંદ્રાચાર્યકૃત, સં.૧૩૩૪] ભ.બા. : ભરતેશ્વર-બાહુબલીવૃત્તિ (ભાષાંતર), પ્રકા. મગનલાલ હઠીસંગ, અમદાવાદ, સં.૧૯૬૫. શુિભશીલગણિત, સં. ૧૫૦૯] યો.શા. : યોગશાસ્ત્ર (ભાષાંતર), પ્રકા. શા ભીમશી માણક. હિમચંદ્રાચાર્ય કૃત, સં. ૧૨૦૦ પછીના અરસામાં]. સ.૧૯૬૫. I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy