SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૪૮] સારંગ? હમ્મીર કાવ્ય કે “શ્મીર રાસ રચ્યા હોવાની માહિતી મળતી નથી. ઉપરાંત એ કવિએ સંસ્કૃત સિવાય કઈ ભાષામાં રચના કરી હોવાનું સંભવિત જણાતું નથી. આ સુભાષિતની ભાષા પણ મોડા સમયની જણાય છે.] ૫. સારંગ? [ઉપર્યુક્ત સારંગધર?] (૬) સુભાષિત જૈન કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં ઉદ્દત. બહુ બેલાં પિણ ન કર્યું, ન કર્યું ચાલ્યાં ચતુર પણ બહુ પુત્રે પિણ ન કર્યું, ન કર્યું ઘટ રૂપથી પણ પખ પૂરે પિણ ન કર્યું, ન કયું સિર છત્ર ધરાયાં સૂવડપણું પિણ ન કર્યું, ન કર્યું સુર મધુરે ગાયાં સારંગ ભલે હી ભાગવસ, લીલા ઘણુ લુછી લઉં વિણ ભાગ ન કયું સુખસંપદા, કુંકુંકુ કૂકડ કહે. ૧૨-૭૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૨. ત્યાં “કૂકડ” એ કર્તાનામને તક કરવામાં આવેલે, પણ એ શબ્દ તે વસ્તુસંદર્ભે હેય એમ લાગે છે. સારંગ' શબ્દને અન્વય બીજી રીતે થઈ શકતો નથી તેથી તે કર્તા: -નામ હેય એ સંભવ છે. ૬. અસાઈત જુઓ કેશવરામ શાસ્ત્રીકૃત “કવિચરિત' પૃ.૩. કૃિતિની એક હસ્તપ્રતમાં રચના સંવતદર્શક શબ્દ મળે છે, પણ એના અથધટનને કોયડો છે (જઓ ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૨). પણ કવિ સંવત પંદરમી સદીમાં થયા હોવાનું નિશ્ચિત થાય છે.) (૭) [+] હંસવસથા ચપાઈ અથવા વત્સરાજ હંસરાજ ચોપાઈ અથવા હંસાઉલી ૪ ખંડ લ.સં.૧૫૧૩ પહેલાં આદિ નમો શારદા. મ શક્તિ નિ શુભ પરમેશ્વરી, સિદ્ધિબુદ્ધિકત વિનહરી, કથાકવિત કહિશ કરી, પહિલું આ સ્મરું શક્તિ. મુખમંડણ હંસગામિની, સરસ્વતિ પ્રથમ પ્રણમેસિ, વેદ વ્યાસ વાલ્મીક રિષિ, મુઝનિ દિઉ આદેશ. ગુરૂચરણ હોઈ ચિંતવી, કવિજનપય પણમેસિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy