________________
ઓગણીસમી સદી [૩]
વીરવિજય કરાવી. મુંબઈવાળા મોતીશા શેઠે સિદ્ધાચલ પર ટ્રેક કરાવી. પાંચ હજાર પ્રતિમા સ્થાપી. ઉક્ત હઠીસિંહ શેઠે મોટો જિનપ્રાસાદ અમદાવાદમાં કરાવવા મંડયો. પ્રતિષ્ઠા કરાવી મંદિરમાં મૂર્તિ પધરાવવાની હોંશ પૂરી ન થઈ અને શેઠ સ્વર્ગસ્થ થયા. એટલે તેમની ભાર્યા પ્રસિદ્ધ હરકુંવર શેઠાણીએ પ્રભુને પધરાવ્યા. વીરવિજયે અંજનશલાકા કરી. દીનાનાથ જોશીને પાસે રાખી સં.૧૯૦૩ મહા વદ ૧૧નું શુભ મુદ્દત શોધી તે મંદિરમાં પ્રભુને પધરાવ્યા. વીરવિજયજી સં.૧૯૦૮ના ભાદરવા વદ ૩ ગુરુને દિને સ્વર્ગસ્થ થયા. તેમની પાટે તેમના શિષ્ય રંગવિજયને વિજયાદશમીએ બેસાડ્યા. તે શિષ્યના રચેલા રાસમાંથી આ સાર લીધો છે. (૪૬૦૦) જિન પંચત્રિત વાણું ગુણ નામાથી ગર્ભિત રૂ. ૬૬
કડી .સં.૧૮૫૭ (૧) સ્તવનાદિકની પોથી, પ.સં.૫, વી.ઉભં. દા.૧૮ પિર. [લીંહસૂચી.] (૪૬ર૧) + સુરસુંદરી રાસ ૪ ખંડ પર ઢાળ ૧૫૮૪ કડી .સં.૧૮પ૭
શ્રાવણ સુદ ૪ ગુરુ રાજનગર (અમદાવાદ)માં આદિ- સકલ ગુણગર પાસજી, શંખેશ્વર અભિરામ,
મનવ છિત સુખ સંપજે, નિત સમરતાં નામ. ઇષ્ટ મનોરથ પૂરતિ, ચૂરતિ અલિક વિશ્વસ, કવિજન-જનની ભારતી, વારતિ અલક વચન. કાસમીર પ્રતિવાસિની, સેલ નામ જસ શુદ્ધ, જે ભવિ નિત સમરણ કરેં, તસ હુઈ નિરમલ બુદ્ધિ. ૩ ભારતિ સરસતિ સારદા, હંસગામિની જેહ, વિદુષા માત કુમારિકા, વગેસરી શુચિ દે. બ્રહ્મસુતા ત્રિપુરા કહી, વાણી શ્રી વરદાય, વિશ્વવિખ્યાતા તુ સહી, ધ્રુવવાણ શ્રુતદાય. ભાષા ગૌરી જઈ, ઇત્યાદિક જસ નામ, પ્રણમું હું નિત પ્રેમ મ્યું, જે ગુણ-સુખનું ધામ. ત્રિભુવન-માતા શારદા, તુમ ઉપગાર મહંત, સિદ્ધ અનંતા તે થયા, તુઝથી શિવવધુ-કેત. સાનિધ કર માતાજી, દે વચનવિલાસ, પ્રથમ ઉદ્યમ મેં માંડિઓ, જિમ હુઈ અધિક ઉલ્લાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org