________________
સમયસુંદર ઉપા. [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ (૧૩૦૩) મયણરેહા રાસ
“ચાર પ્રત્યેક બુદ્ધ રાસ'માં અંતર્ગત (૧૩૦૪) દ્રૌપદી સંબંધ [અથવા રાસ] ૩ ખંડ ૩૪ ઢાલ ૬૦૬ કડી
૨.સં.૧૭૦૦ માહ માસ અમદાવાદમાં આદિ
શાંતિનાથ પ્રણમ્ સદા, પ્રણમું સદગુરૂ પાય, મૃતદેવી સાનિધિ કરી, અલગ ટલઉ અંતરાય. માતપિતા પણિ માનીચઈ, જિણ દીધઉ અવતાર, દીક્ષાગુરૂ વિદ્યા તણુઉ, એ મેટઉ ઉપગાર. પહિલું સાધુ-સતી તણું, કીધા ઘણા પ્રબંધ, હિવ વલી સૂત્ર થકી કહું, દ્રપદીનઉ સંબંધ. એક સૂત્ર બીજુ સતી, ઉત્તમ એહની જેડ, સુણતાં આનંદ ઊપજ, કરમની ત્રુટઈ કોડિ. વૃદ્ધપણુઈ મઈ ચઉપઈ, કરિવા માંડી એ, સૂત્રસતીનઈ સાધણ્યું, મુઝ મનિ અધિક સનેહ. મત કરઉ ઉંધ નઈ વારતા, સાંભળતાં સહુ કેય, આપ ન પ્રીછઈ અન્યનઈ, અંતરાય પણિ હેય. જ્ઞાતાસૂત્ર અરથ થકી, ભાષ્યઉ શ્રી ભગવંત, સુધરમસામી ગુથિયઉં, સૂત્ર થકી મતિમંત. કર જોડી જંબૂ કહઈ, સુધરમસામિનઈ એમ, પનરમઉ ધનાન કહ્યઉ સલમઉ અધ્યયન કેમ. સુધરમસામી ઈમ કહઈ, સુણિ જ બૂ સુવિચાર,
મહાવીર મુઝનઈ કહ્યઉં, તિમ કહું તે અધિકાર અંત – ત્રીજો ખંડ ઢાલ સાતમી-રાગ ધન્યાસિરી. પાસ જિર્ણોદ જુહારી
થઈ એહની. સુધરમસામી પાંચમઉ ગણધર જંબૂનઈ ભાષઈ રે, ન્યાતાસૂરનઈ સોલમઉ, એ અધ્યયન સહુની સાષઈ રે. ૧ દ્રપદીની એ ચઉપઈ મઈ, વૃદ્ધપણુઈ પણિ કીધી રે, શિષ્ય તણુઈ આગ્રહ કરી, મઈ લાભ ઊપરિ મતિ દીધી રે. .
એક સતી વલી સાધવી એ વાત બાઉ ઘણું મોટી રે, દ્વપદી નામ લેતાં થકાં, તિણ કરમની તૂટઈ કેટી રે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org