________________
સત્તરમી સદી [૨૩]
જયચંદ્ર ઈસ્યાં ફરમાન કરિ સુગુરૂનઈ અપિ, નહિં કૃપા વિણિ કિસિં
- જન્મ તરવો. શ્રી.૩ દ્વાદશ કોશનું જે સદા જલ ભર્યું, નામ ડાબસરે જાણ દરિઉં, શ્રી હમાઊસુતઈ વલિઓ લખી અપિઅં જાલપ્રક્ષેપઈ નમિ ન :
કરિઉં. શ્રી ૪. માત નાથી તનુજ જગત-આનંદકર, જે સકલ જન ઉદ્યોતકારી, તાસ શિશુ ધર્મવિજયાભિધે બુધવરે, જે સદા વિમલતર ધર્મ
- ધોરી. શ્રી ૪ તાસ પદયુગ્મઅંભેજમધુકર સમ, તાસ શિશુ વિબુધ ધનહર્ષ
' ભાષઈ, પંચ એ શ્રી જિનાધીશ સંસ્કૃતિ થકી, પ્રગટ હુએ પુણ્યરસ
સુધા ચાઈ. ૬ (૧) ઇતિ શ્રી તીર્થમાલા સ્તોત્ર શ્રી શાંતિ તીર્થકર સ્તવન નામાધિકાર સંપૂર્ણ. શુભ ભવતુ. કલ્યાણમÚ. શ્રીરસ્તુ, આરોગ્યમસ્તુ દીધયુ. [ભ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૩૧૨-૧૩... પ૯૮ જયચંદ્ર (પાર્ધચંદ્ર-સમારચંદ્ર-રાયચંદ્ર-વિમલચંદ્રશિ.)
આ કવિ વિમલચંદ્રસૂરિના પટ્ટધર હતા. વિમલચંદ્રસૂરિના મૂળ રાજનગરના શ્રીમાલી સંધવી રાજપાલ પિતા અને સુખમાદે માતા. તેમની દીક્ષા સં.૧૬પ૬ ..ને દિને, આચાર્ય પદ ખંભાતમાં સં.૧૯૬૯ વૈશુ.દને દિને પામ્યા ને સ્વર્ગે સં.૧૬૭૪ના આ શુદ ૧૩ને દિને ગયા. આ સૂરિના હાથથી પૂજાએ સં.૧૬૭૦ના અસાડ સુદ ૯ દિને રાજનગરમાં દીક્ષા લીધી. તે પૂજાએ મહા ઉગ્ર તપ કરી તપસ્વી તરીકે પ્રસિદ્ધિ કરી. તે પૂજા ઋષિએ આપણું કવિ જયચંદ્રસૂરિની પાસે રહી તપ કરેલું છે. કુલ ૧૨૩૨૨ ઉપવાસ કર્યા હતા. તપની સંખ્યા ઉપાધ્યાય સમયસુંદરજીએ કરેલ “\ા ઋષિને રાસ' અને મુનિ હીરરાજના શિષ્ય દલભટ્ટે કરેલ “પુંજરત્ન રાસ'માંથી મળી શકશે. જયચંદ્રસૂરિ મૂળ વિકાનેરના ઓસવાળ હતા. તેમનાં માતાપિતાનાં નામ જેતસિંહ અને જેતલદે હતાં. તેમને સં.૧૬૭૪માં આચાર્યપદ મળ્યું ને સં.૧૬૯૮ અસાડ સુદ ૧૫ દિને સ્વર્ગવાસ પામ્યાં. આમના વખતમાં અમદાવાદમાં શાંતિદાસ શેઠના પ્રયત્નથી સં.૧૬૮૦માં સાગરપક્ષ નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org