________________
સત્તરમી સદી [૨૧]
જયવિજય જસ પાટ જેસંઘજી જયુ, ગૌતમ સમ પ્રતિરૂ૫ રે, પ્રગટયો સવાઈ હીરલે, પરિખીઓ અકબર ભૂપ રે. સાધુ.૨૬૫ હીરજી શીશ જગિ વલહે, શ્રી કલ્યાણુવિજય ગુણગે રે, વાચકરાય મેં ગાઈઓ, જંગમ તીરથ એહ રે. સાધુ.૨૬૬ જવ લગી શેશ મહી ધરે, જાં સુર ગિરિ થિર થાય રે, જાં રવિશશિ ગ્રહગણ તપે, તો પ્રતાપ મુનિરાય રે. સાધુ.૨૬૭ સંવત સેલ પંચાવન, વત્સર આસો માસ રે, શુદ્ધ ૫ખ્ય પંચમિ દિને, રચીઓ અને પમ રાસ રે. સાધુ-૨૬૮ જગિ જયવંતા કલ્યાણ, પૂરે મનહ જગીસ રે, સેવા ચરણકમલ તણી, માગે જયવિજય શીશ રે. સાધુ.૨૬૯ ભણે ગુણે જે સાંભલે, ગુરુગુણ એકચિત્ત જાણું રે,
વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કેડી કલ્યાણ રે. સાધુ ૨૭૦ (૧) ભાવ. ભં.
પ્રકાશિતઃ ૧. જૈન એતિહાસિક રાસમાળા ભાગ ૧. (૧૨૬૨) સમેતશિખર રાસ ર.સં.૧૬૬૪ આતપ માસ ૧૧ બુધવાર
આનું બીજું નામ “પૂર્વ દેશ ચૈત્ય પરિપાટી છે. આમાં વિજયદેવસૂરિના સમયમાં મથુરાના સંઘવી બિબુએ કાઢેલા સંધને પ્રસંગ છે. તે સંધ મથુરાથી નીકળી પિરોજાબાદ, ચંદવાડ, રેયડી, સોરીપુર, શાહજાદપુર, કૌશાંબી, ફતેપુર, વાણુરસી, સિંહપુરી, ચંદ્રાવતી, પાટલીપુત્ર તથા તંગિયા નગરીઓમાં યાત્રા કરતોકરતા સેહેર નગરમાં આવ્યો. ત્યાં રાય શિવરામને મળીને રસ્તામાં વાટ વિષમ હવાથી માર્ગદર્શકે તથા રક્ષક લીધા. લંગોટીવાલા તથા ઉઘાડા મસ્તકવાળા લેકે, કદલી વગેરે વૃક્ષોનાં વને તથા કૌતુકે જોતા જોતા સંઘ સમેતાલ આવ્યો. અહીં પાલગંજના રાજા પૃથ્વીચંદ્ર સાથે આવીને યાત્રા કરાવી. સંપ ત્યાંથી મગધદેશમાં થઈને પાછો ફર્યો. રસ્તામાં રાજગૃહી, પાવાપુરી, જબીગ્રામ, જઉણપુરી, અયોધ્યા, રત્નપુરી અને કપિલપુરમાં તીર્થયાત્રા કરીને સંધ સ્વસ્થાને – મથુરામાં પાછો આવ્ય. આદિ
રાગ રામગિરિ. પ્રણમી સહગુરૂ તણું પાય સહસંપતિકારી, સરસતિ સામિણિ વીનવું દિઉ મુઝ મતિ સારી, ચૈત્યપ્રવાડી ભણું ભાવિ પૂરવ દિસિ કેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org