________________
સત્તરમી સદી
[૫૫]
દયાકુલ કૌતુહલ મન આવીયે, કરૂં કથા પરબંધ, હંસ વછ બંધવ તણે, રચું સરસ સંબંધ. દાનૈ દુરીત સવી ટેલૈ, હંસ વછ જિમ જાણ, દાન થકી સંપદ લહ્યા, કરૂં તાસ વખાણે. કવણુ ઠામ તે નર થયા, કવણ જનમ કુણું તાત,
સુણે સંબંધ સહુ રસિક જન, મેલે નીદ્રા તાત. અંત – (પહેલા ખંડન)
પુન્ય વિના ઘરિઘરિ ફિરે, પર સુખ દેખી આવટ મરે, સોક તણે મન ઉપને સાલ, નિસદિને રીઝ રહ્યો ભુપાલ. ૩૪૮ મનને રંગ લાગે છે જિહાં, નિશદિન રાત રહે મન તિહાં, રૂપગુણે કરી મન રાચંત, વસ્તપાલ ઈણ પરિ ભણંત. ૩૪૯ શ્રીપૂજય પાસચંદ સુરીરાય, પાટ પટેબર સોભ સવાય, પુજ્ય શ્રી વિજયચંદ સુરિંદ, વિજયવંત સદા આણંદ. ૩૫૦ હંસ વછને એ પ્રબંધ, સુણતાં સરસ લાગે સંબંધ, સુરગુરૂ સમવડ શ્રી ગુરૂરાય, શ્રી હીર મુની તસ્ પ્રણમેં પાય. ૩૫૧ પહેલો ખંડ એ પુરે થયે, હસાવતી નૃપ મેલે હા, વણારસી કહે વસ્તુપાલ, પુર્વે પહુંચે મનોરથ માલ. ૩૫ર સેલમી ઢાલ એ પુરી થઇ, વીર વથા વિહું દુરે ગઈ,
સુણતાં ભણતાં લહજે ભોગ, મનવંછિત માનવસંજોગ. ૩૫૩ (૧) પ્રથમ ખંડ, પ.સં.૧૧-૧૫, સીમંધર. દા.૨૨ નં.૧૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૬૬-૬૭.] ૫૬૮, દયાકુશલ (ત. હીરવિજયસૂરિ–મેહમુનિ-કલ્યાણકુશલશિ.) (૧૨૧૩) વિજયસેનસૂરિ રોસ અથવા લાભેાદય રાસ ૧૪૧ કડી ૨.સં.
૧૬૪૯ આગ્રામાં આ રાસ ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે, તેની અંદર હીરવિજયસૂરિ અને અકબર આદિનું વર્ણન છે. અને તે રાસ અકબરના મરણ પહેલાં બાર વર્ષે રચાયે હોવાથી ખાસ મહત્ત્વનો ગણાય. તેમાં અકબર વિશે જણાવ્યું છે કે અકબર બહુ હઠી હતા. તેનું નામ સાંભળતાં જ લેકે ધ્રુજી જતા. તેણે ચિતાડ, કુંભલમેર, અજમેર, સમાણ, જોધપુર, જેસલમેર, જૂનાગઢ, સૂરત, ભરૂણ્ય, માંડવગઢ, રણથંભોર, સ્વાલકેટ અને રહિતાસ વગેરેના કિલ્લા લીધા હતા. વળી ગૌડ વગેરે ઘણું દેશો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org