________________
સત્તરમી સદી
[૩૯]
હીરવિજયસૂરિ [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૮૭-૮૮.] ૫૫૮. હીરવિજયસૂરિ (ત)
આ મહાપ્રભાવક અકબરબાદશાહપ્રતિબંધક જૈનાચાર્યના સવિસ્તર વર્ણન માટે જુઓ “સૂરીશ્વર અને સમ્રાટ’. તેમણે “જબૂદીપપ્રજ્ઞપ્તિ પર ટીકા સંસ્કૃતમાં રચી છે. તેમને જન્મ સં.૧૫૮૩ માગશર શુદિ ૯ વૃદ્ધશાખીય ઓસવાલ શા. કુરા(કુંવરજી)ને ત્યાં ભાર્યા નાથીથી થયે હતો. જમનામ હીરજી. દીક્ષા પાટણમાં વિજયદાનસૂરિ પાસે સં.૧પ૯૬ કાર્તિક વદિ ૨ સામે લીધી. સં.૧૬૦૭માં નારદપુરી–નાડલાઈમાં પંડિતપદ અને ત્યાં જ સં.૧૬૦૮ માઘ શુદિ પને દિને વાચકપદ અને સં. ૧૬૧૦ પૌષ સુદિ પને દિને શિરોહીમાં સૂરિપદ મળ્યું હતું. અકબર બાદશાહને ત્રણ વખત મળ્યા હતા. પહેલી મુલાકાત સં.૧૬૩૯ જેઠ વદિ. ૧૩ને દિને ફતેહપુર સિક્રીમાં લીધી ને બાદશાહે પ્રસન્ન થઈ પુસ્તકોને ભંડાર ભેટ ધર્યો કે જે આગ્રામાં રાખવામાં આવ્યું. પછીની મુલાકાતથી શ્રાવણ વદિ ૧૦થી ભાદરવા સુદિ ૬ એમ બાર દિવસ જીવહિંસા બંધ રહે તે માટે બાદશાહે ફરમાનપત્રો કાઢયાં હતાં. પછી ધીમેધીમે બાદશાહને જીવદયા પ્રત્યે વાળી લીધા હતા અને બાદશાહે પિતાના રાજ્યમાં એક વર્ષમાં છ માસ સુધી જીવદયા પાળવાના હુકમો બહાર પાડયા હતા. ઘેડા, ગાય, બળદ, ભેંસ અને પાડા વગેરે જેને વધ બિલકુલ બંધ કરાવ્યો હતો. ઘણુ પક્ષીઓને પાંજરામાંથી છૂટાં ક્યાં હતાં અને ઘણા કેદીઓને મુક્ત કર્યા હતા. આચાર્યના ઉપદેશના પ્રભાવે જિજિયા વેરે બંધ કર્યો હતો, શત્રજયાદિ તીર્થોને કરમુક્ત કર્યા હતાં ને આચાર્યને “જગદ્ગુરુ'નું બિરુદ પણ આપ્યું હતું. તેમના સંબંધમાં “હીરસૌભાગ્ય-મહાકાવ્ય' સંસ્કૃતમાં દેવવિમળગણિએ રચ્યું તેમાંથી તેમજ “કૃપારસકેશ”, “જગદ્ગુરુકાવ્ય” વગેરે પરથી અનેક ઉપગી હકીકત મળી આવે છે. તેમણે છેવટે ઉનામાં સં. ૧૬૫૨ના ભાદરવા સુદિ ૧૧ના દિવસે સ્વર્ગવાસ કર્યો અને ત્યાં તેમના સ્તૂપ માટે અકબર બાદશાહે વીસ વીઘાં જમીન આપી હતી અને ત્યાં લાડકીબાઈએ રતૂપ બનાવી પદસ્થાપના કરી હતી. હાલ તે મોજુદ છે. (૧૧૯૪) દ્વાદશ જલ્પ વિચાર [અથવા હીરવિજયસૂરિના ૧૨ બેલ
૨.સં.૧૬૪૬ પેજ સુ.૧૩ શુક્ર) (૧) પ.સં.૧૧, ગા.રપ૦, અમ. [હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૬૭).] (૧૧૮૫) + પ્રભાતિયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org