________________
સત્તરમી સદી [૧૫]
દેશીલ સૈકાની છે, અને વિમલપ્રબંધ” તથા “કાન્હડદે પ્રબંધ'ની ભાષા સાથે તે ઘણી રીતે મળતી આવે છે અને આથી તે-તે સૈકાની ભાષાનું સ્વરૂપ સમજવાને ઉપયોગી થઈ પડશે. કવિ શામળ ભટ્ટની મડાપચીસીની વાતો મૂળ રૂપે જૂની ભાષામાં આમાં છે. વેતાલપચીસી'નું મૂળ કથાસરિત્સાગર અને બૃહમંજરી વગેરે સંસ્કૃત ગ્રંથમાં છે; અને તેમાંથી હિંદી, મરાઠી, બંગાલી વગેરે અનેક ભાષાઓમાં તેમાં કંઈકંઈ ફેરફાર અને વધારા સાથે ગદ્યમાં કે પદ્યમાં ભાષાંતરે થયાં છે. બંગાળાના પંડિત જવાનંદ બી.એ. પ્રકાશિત “શ્રી જલદત્ત પ્રોત” પણ સંસ્કૃતમાં એક વૈતાલ પંચવિંશી છે. એ બધામાં વાર્તાઓની ઘટનામાં કંઈકંઈ ફેરફાર છે અને કોઈ કઈમાં એકબીજાથી જુદી જુદી વાર્તાઓ છે.”
–રા. જગજીવન દ. મોદી આદિ– સરસતી સામિણિ પય નમી, માગુ ઉચિત પસાય
કાસમીર મુખમંડણી, વાણું દિઉ મુઝ માય. બ્રહ્મપુત્રીનિ નમું, કમલ કમંડલ સાથ; એક કરિ વિષ્ણુ ધરી, પુસ્તક જમણિ હાથિ. હંસવાહિનિ હરખિ રમિ, કરિ જગ લીલવિલાસ; જે જગ મૂરખ માંનવી, તેહની પૂરે આસ. હીઈ સુખદુખીઆ નરા, સુખી સંપતિ કેડિ;
મૂરખનિ વિદ્યા દિઈ, જે સમરે પરહેડિ. અંત – તપગચ્છનાયક ભુવન-દિણંદ, શ્રી શ્રી સોભાગ્યહષ સુરિંદ,
તસ પટિ સોહિં ગુણગેહ, જયવંતા વિહરી જગમેહ. ૮૧૩ ગુરૂ શ્રી સેમવિમલ સુરિરાય, પ્રણમું અહનિસિ તેહના પાય, તસ પંડિતવર પ્રધાન, લક્ષ્મીભદ્ર નાં િસુવિહાંણ. ૮૧૪ સીસસીરામણિ પંડિતરાય, ઉદયશીલગણ પ્રણમું પાય, ચારિત્રશીલ પંડિત તસ સીસ, સપરિવાર વંદુ નીસદીસ. ૮૧૫ અમેદશીલ પંડિત ગુરૂરાય, તે સહિગુરૂની પ્રણમી પાય; કરી એપાઈ નાંમ વેતાલ, પચવીસે એ કથા રસાલ. ૮૧૬ સંવત સેલ ઉગણુસા વર્ષ, બીજે શ્રાવણ શામલ પખ; નુંમ તો દિન રવિવાર, નક્ષત્ર પુનર્વસુ આવ્યું સાર, ૮૧૭ વડ: ગાંમિં રહ્યા ચોમાસ, રચિઉ વાસુપુજ્યનિ પાસ; ચૌ પૈકથા સંબંધ વિદ, સાંભળતાં ઉપજે પ્રમોદ. ૮૧૮ દૂહા ગાહા બંધ પાઈ, આકસિં નિ ગ્રેવિસ જે હુઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org