SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૬૩] લાવણ્યસમય થયાં છે, મોટામોટા મીર (સરદાર) અને મલિક (જમીનદારે-રાજ) જેને નમે છે, તેને (પિતાને) પંચાવન (સં.૧૫૫૫)ના વર્ષમાં પંડિત પદ મળ્યું. જે ગણિ તપાગચ્છના શણગારરૂપ શોભે છે, અને જે દેશપરદેશમાં વિચરે છે, તે સોરઠ દેશમાં ગિરનાર પર થઈને ગુજરાતમાં આવ્યા. અણહિલવાડ પાટણ પાસે માલસમુદ્ર (પાટણથી પશ્ચિમે પાંચ ગાઉ પર “માલસુંદ ગામ છે તે હશે ?)માં ચોમાસું રહ્યા. અહીંના સકળ સંઘે વિનવણી કરી એથી વિમળ રાસનું કવન કર્યું. સં.૧૫૬૮ના આસો માસમાં પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે શુદ પક્ષે રવિવારે મૂળ નક્ષત્રમાં “વિમળ રાસનું વૃત્તાંત પૂરું કર્યું.” આ કવિની સં.૧૫૮૯ સુધીની કૃતિઓ આમાં જણાવ્યા પ્રમાણે મળી આવી છે, તે પરથી ત્યાં સુધી તેમને જીવનકાળ અવશ્ય હતા એ સિદ્ધ થાય છે. જ્યારે સ્વર્ગસ્થ થયા એ જાણવા કંઈ સાધન ઉપલબ્ધ થયું નથી. વિશેષ હકીકત તેમની સર્વ કૃતિઓ વાંચી વિચારતાં અંતરંગ પ્રમાણુથી મેળવી શકાય તેમ છે. (૨૭) + સિદ્ધાંત ચોપાઈ અથવા લંકા વદન ચપેટા ૨.સં.૧૫૪૩ કા. શુ. ૮ રવિ આમાં મૂર્તિનિષેધક લોકાશાનું ખંડન છે. આદિ– સકલ જિર્ણોદહ પાય નમું, હિઅડઈ હરિષ અપાર, અક્ષર જોઈ બેલિસિઉં, સાચી સમય વિચાર. સેવિએ સરસતિ સામિણ, પામિઅ સુગુરૂ પસાઉ, સુણિ ભવીઅણ જવ વીર જિણ, પામિઉ શિવપુરિ ડાઉ. ૨ સઈ ઊગણવીશ વરિસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, (વીરાત) ત્યાર પછી લુકુ હુઉ, અસમંજસ તિણિ કીધ. લંકાં નામિઈ મુહતલુ, હું તઉ એ કિઈ ગામિ, આવી ટિ બહુ પરે, ભાગુ કરમ વસમિ. અત – ક્રોધ નથી પિષિઉ મઈ રતી, વાત કહી છઈ સઘલી છતી; બેલિઉ શ્રી સિદ્ધાંતવિચાર, તિહાં નિંદાનું સિઉ અધિકાર. ૧૭૪ જીવ સવે મઝ બંધવ સમાં, પડઈ વરાંસઈ ધરિો ક્ષમા, જે જિમ જાણઈ તે તિમ કરૂ, પણિ જિનધર્મ પરૂ આદરૂ. ૧૭૫ ધન ધન જિનશાસન. અ૩ ગુરૂ શ્રી સમસુદરસૂરિ, જાસુ પસાઈ દુરિ દૂરિ, તપગચ્છનાયક સગુણનિધાન, લમીસાગરસૂરિ પ્રધાન. ૧૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy